Murder/ હરિયાણાના અંબાલામાં એક જ પરિવારના 5 લોકોની હત્યા કર્યા બાદ આરોપીએ કરી આત્મહત્યા

હરિયાણાના અંબાલામાં એક હચમચાવી નાંખે તેવો કિસ્સો સામે આવ્યો છે. એક સાથે એક જ પરિવારના છ લોકોના મોત થયા છે. તેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે

Top Stories India

હરિયાણાના અંબાલામાં એક હચમચાવી નાંખે તેવો કિસ્સો સામે આવ્યો છે. એક સાથે એક જ પરિવારના છ લોકોના મોત થયા છે. તેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.અંબાલા શહેરને અડીને આવેલા બલાણા ગામમાં એક જ પરિવારના 5 સભ્યોને ઝેરી દવા પીવડાવી દેવામાં આવી હતી. આ પછી પરિવારના એક સભ્યએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. મૃતકોમાં 65 વર્ષીય સંગત સિંહ, તેની પત્ની મહિન્દ્રા કૌર, 62, સંગત સિંહનો પુત્ર સુખવિંદર સિંહ, 32, સુખવિંદરની પત્ની પ્રમિલા, 28 અને તેની 6 અને 8 વર્ષની બે છોકરીઓનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે આત્મહત્યા કરતા પહેલા  સુખવિંદરે એક સુસાઈડ નોટ લખી હતી જેમાં તેણે તેની કંપનીના માલિકને મોત માટે જવાબદાર ગણાવ્યો હતો. સુખવિંદર સિંહ યમુનાનગર જિલ્લામાં ટુ વ્હીલર કંપનીમાં કામ કરતો હતો. એક જ પરિવારના 6 લોકોના મોતની માહિતી મળતાં જ અંબાલા શહેરના સદર પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયું છે.