આજે સવારે 9 વાગ્યે PM મોદી રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતુ, જેમા તેમણે ખેડૂતોનાં આંદોલનને સમાપ્ત કરવા માટે અને ખેડૂતોને રાહત આપવા માટે ત્રણેય કૃષિ કાયદાઓ પરત લેવીની ઘોષણા કરી હતી. જે બાદ દેશભરમાંથી અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. PM નરેન્દ્ર મોદીની ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત પર ટિપ્પણી કરતા કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, કિસાન સત્યાગ્રહે ઘમંડને હરાવ્યો. ત્રણ કૃષિ કાયદાઓ સામે ખેડૂતો છેલ્લા એક વર્ષથી વિરોધ કરી રહ્યા હતા.
આ પણ વાંચો – કૃષિ કાયદો / PM મોદીનાં ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાના એલાન બાદ પણ રાકેશ ટિકૈતે આપી આવી પ્રતિક્રિયા
ગુરુ નાનક જયંતિનાં અવસર પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મોટી જાહેરાત કરતા ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રને સંબોધનમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, ત્રણેય કૃષિ કાયદા દેશનાં નાના ખેડૂતોનાં હિતોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યા હતા અને આ કાયદાઓ કૃષિ નિષ્ણાંતો સાથે ચર્ચા કર્યા પછી જ તૈયાર કરવામાં આવ્યા હતા. PM મોદીએ કહ્યું કે કદાચ અમારી તપસ્યામાં કોઈક ઉણપ રહી હશે, જે અમે દેશનાં ખેડૂતોને આ કૃષિ કાયદાનાં સાચા ફાયદા નથી સમજાવી શક્યા. PM મોદીની આ જાહેરાત બાદ હવે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે. કૃષિ કાયદાની વાપસી પર રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું અને લખ્યું, ‘દેશનાં અન્નદાતાએ સત્યાગ્રહ સાથે ઘમંડનું માથું ઝુકાવી દીધું. અન્યાય સામેની આ જીત બદલ અભિનંદન. જય હિંદ, જય હિંદ ખેડૂત.’ આ સાથે રાહુલ ગાંધીએ એક ટ્વીટમાં પોતાનો એક જૂનો વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેઓ ખેડૂતોનાં આંદોલનને સમર્થન આપી રહ્યા છે.
देश के अन्नदाता ने सत्याग्रह से अहंकार का सर झुका दिया।
अन्याय के खिलाफ़ ये जीत मुबारक हो!जय हिंद, जय हिंद का किसान!#FarmersProtest https://t.co/enrWm6f3Sq
— Rahul Gandhi (@RahulGandhi) November 19, 2021
આ પણ વાંચો – મોટા સમાચાર / ખેડૂતોનું આંદોલન સફળ, PM મોદીએ 3 કૃષિ કાયદા પાછો ખેંચવાનો કર્યો નિર્ણય
નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, “કાળા કાયદાને રદ કરવો એ સાચી દિશામાં એક પગલું છે. કિસાન મોરચાનાં સત્યાગ્રહને ઐતિહાસિક સફળતા મળી. તમારા બલિદાનથી ડિવિડન્ડ ચૂકવવામાં આવ્યું છે. રોડ મેપ દ્વારા પંજાબમાં ખેતીને પુનર્જીવિત કરવી એ પંજાબ સરકારની ટોચની પ્રાથમિકતા હોવી જોઈએ.
Repealing of black laws a step in the right direction …. Satyagrah of Kisan morcha gets historic success…. You’re sacrifice has paid dividends…. Revival of farming in Punjab through a road map should be the top priority for the Pb govt ….accolades
— Navjot Singh Sidhu (@sherryontopp) November 19, 2021
રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ટ્વીટ કરીને લખ્યું કે, “હું તમામ ખેડૂતોને નમન કરું છું જેમણે ખેડૂતોનાં આંદોલનમાં પોતાનો જીવ આપ્યો. આ તેમના બલિદાનની જીત છે. ત્રણેય કાળા કૃષિ કાયદા પરત કરવાની જાહેરાત લોકશાહીની જીત અને મોદી સરકારનાં ઘમંડની હાર છે. છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતોની ધીરજની આ જીત છે. મોદી સરકારની અદૂરંદેશી અને અહંકારને કારણે સેંકડો ખેડૂતોએ જીવ ગુમાવ્યા તે દેશ ક્યારેય ભૂલી શકશે નહીં.
मैं किसान आंदोलन में शहादत देने वाले सभी किसानों को नमन करता हूं। यह उनके बलिदान की जीत है।
— Ashok Gehlot (@ashokgehlot51) November 19, 2021
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સવારે PM મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં કૃષિ કાયદા પરત કરવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, ‘અમારી સરકાર દેશનાં ખેડૂતોનાં કલ્યાણ માટે આ ત્રણ કૃષિ કાયદા લાવી હતી. આ કાયદાઓ ખાસ કરીને નાના ખેડૂતોનાં હિતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હતા, જેમની આવકનો એકમાત્ર સ્ત્રોત તેમની ખેતીની જમીન છે. ખેડૂતો પ્રત્યે અમારો ઉમદા ઈરાદો હતો, સમર્પણની ભાવના હતી, પરંતુ આટલી પવિત્ર બાબત અને ખેડૂતોનાં હિતની સંપૂર્ણ વાત કરીને ઘણા પ્રયત્નો કર્યા પછી પણ અમે દેશનાં કેટલાક ખેડૂતોને સમજાવવામાં નિષ્ફળ ગયા. તેથી, આ મહિનાનાં અંતમાં શરૂ થનારા સંસદનાં સત્ર દરમિયાન, અમે આ ત્રણ કૃષિ કાયદાઓને પાછો ખેંચવા માટે બંધારણીય પ્રક્રિયા પૂર્ણ કરીશું.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
