ગાંધીનગર/ સમગ્ર ગુજરાત માં રવિવારે રસીકરણની પ્રક્રિયા બંધ રહેશે

રાજ્યમાં અગાઉ બુધવારે અને રવિવારે એમ અઠવાડિયામાં બે દિવસ રસીકરણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Gujarat Others

રાજ્ય માં આ વખતે  કોરોનાની બીજી લહેર  ભયાનક જોવા  મળી હતી . જેમાં લાખો લોકો કોરોના સંક્રમિત  થયા હતા  અને   જે  અંગે આજે   રાજય માં  નીતિન પટેલે રવિવારના દિવસે કોરોના રસીકરણ અંગે મહત્વની જાહેરાત કરી છે.   રાજ્ય માં  રવિવારે  રક્ષાબંધનનો તહેવાર હોવાથી ગુજરાતમાં રસીકરણની પ્રક્રિયા બંધ રહેશે. રક્ષાબંધનનો તહેવાર હોવાથી રસીકરણમાં જોડાયેલા આરોગ્ય કર્મચારીઓ આ તહેવાર ઉજવી શકે એ હેતુથી આગામી રવિવાર 22 ઓગષ્ટના દિવસે રાજ્યભરમાં રસીકરણની પ્રક્રિયા બંધ રહેશે. આરોગ્ય વિભાગની બહેનો તહેવાર ઉજવી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.રસીકરણની પ્રક્રિયા બંધ રહેવાથી આરોગ્ય વિભાગમાં કામ કરતી બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી શક્શે.

આ પણ  વાંચો : ફેસબુક બાદ યુટ્યુબ અને વોટ્સએપએ મુક્યો તાલીબાન પર પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અગાઉ બુધવારે અને રવિવારે એમ અઠવાડિયામાં બે દિવસ રસીકરણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પણ રાજ્યમાં વેપારીઓ માટે રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું હોવાથી અને કોરોના રસીનો પહેલો ડોઝ લઇ ચુકેલા નાગરીકોને બીજો ડોઝ લેવામાં મુશ્કેલી પડતી હોવાથી રવિવારના દિવસે પર વેપારીઓ અને બીજા ડોઝ માટે નાગરીકોનું રસીકરણ શરૂ રાખવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :ધોનીનો નવુ Look જોઇ ફેન્સ થયા ગુસ્સે, સંભળાવી ખરી ખોટી