Politics/ MP નાં પૂર્વ CM કમલનાથની તબિયત લથડી, ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કરાયા દાખલ

મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથની તબિયત ઠીક નથી. બુધવારે સવારે તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Top Stories India

મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથની તબિયત ઠીક નથી. બુધવારે સવારે તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવા અહેવાલ છે કે કમલનાથને બહુ તાવ આવી રહ્યો છે. ડોકટરોની એક ટીમ તેમની સારવાર કરી રહી છે.

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથની તબિયત લથડતાં તેમને ગુરુગ્રામની ખાનગી હોસ્પિટલ મેદાંતામાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસનાં નેતા કમલનાથને છાતીમાં દુખાવો થયો હોવાની ફરિયાદનાં કારણે મેદાંતામાં દાખલ કરવામાં આવ્યા છે. બુધવારે સવારે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કમલનાથે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમને તાત્કાલિક મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેની સારવાર વરિષ્ઠ તબીબોની દેખરેખ હેઠળ ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે, ફેબ્રુઆરી મહિનામાં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ મધ્યપ્રદેશનાં ઇન્દોરની એક ખાનગી હોસ્પિટલમાં લિફ્ટ પડવાની દુર્ઘટનામાં બચી ગયા હતા. વળી, અકસ્માતની અસરથી ગભરાટનાં કારણે, તેમની તબિયત લથડી હતી અને ત્યારબાદ હોસ્પિટલમાં જ તેમનું બ્લડ પ્રેશર તપાસવામાં આવ્યું હતું. આ અકસ્માત અંગે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કમલનાથનાં સ્વાસ્થ્ય વિશે ફોન કરીને પૂછપરછ કરી હતી. તેમને સવારે 10 વાગ્યે નિવાસસ્થાનથી મેદાંત લઈ જવામાં આવ્યા છે. ડોકટરોની એક ટીમ અહીં તેમનું નિરીક્ષણ કરી રહી છે. કમલનાથને હોસ્પિટલનાં 15 મા માળે આવેલા રૂમ નંબર 4412 માં રાખવામાં આવ્યા છે. મેદાંતાની ડોકટરોની ટીમ તેમનું નિરીક્ષણ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, એસઆઈટીએ હનીટ્રેપ કેસમાં કમલનાથને નોટિસ ફટકારી છે. તેમની 2 જૂને ભોપાલમાં એસઆઈટી દ્વારા પૂછપરછ કરવામાં આવવાની હતી, પરંતુ ભોપાલમાં તેમની ગેરહાજરીને કારણે પૂછપરછ થઈ શકી નથી. કોંગ્રેસનાં પ્રવક્તા નરેન્દ્ર સલુજાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, પૂર્વ મુખ્યમંત્રી કમલનાથજી, બે દિવસથી તાવને કારણે રૂટિન ચેકઅપ અને તપાસ માટે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં પહોંચ્યા છે. તબીબો વતી તપાસ બાદ જે યોગ્ય હશે તે નિર્ણય લેવામાં આવશે.