UK/ UKમાં નવો સ્ટ્રેન બન્યો મહાઆફત,24 કલાકમાં જ 60,900થી વધુ કેસ

યુકેમાં કોરોનાનો હાહાકાર યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં એક દિવસના સૌથી વધારે 60,900 કેસ નોંધવામાં આવ્યા છે. સતત આઠમા દિવસે યુકેમાં 50,000થી વધુ કેસ નોંધાયા છે.

Top Stories World
1

Big Breaking:
UKમાં નવો સ્ટ્રેન બન્યો મહાઆફત
છેલ્લાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક નવા કેસ
24 કલાકમાં જ 60,900થી વધુ કેસ
ફ્રાન્સને પછાડી UK હવે પાંચમા ક્રમે
24 કલાકમાં 830 નાગરિકોના મોત
મૃત્યુઆંકની રીતે ઈટાલીને પછાડ્યું

 યુકેમાં કોરોનાનો હાહાકાર યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં એક દિવસના સૌથી વધારે 60,900 થી વધુ કેસ નોંધવામાં આવ્યા છે. સતત આઠમા દિવસે યુકેમાં 50,000થી વધુ કેસ નોંધાયા છે.ફ્રાન્સને પછાડી UK હવે પાંચમા ક્રમે પહોંચી ગયો છે.24 કલાકમાં 830 નાગરિકોના મોતમૃત્યુઆંકની રીતે ઈટાલીને પછાડ્યું છે.બ્રિટનમાં વધી રહેલા નવા કેસોના કારણે 15 મી ફેબ્રુઆરી સુધી લોકડાઉન જાહેર કરી દેવામાં દેવામાં આવ્યું છે.

coronupdate / વિશ્વમાં 24 કલાકમાં 6.67 લાખ નવા કેસ, કુલ સંક્રમિતનો આંકડો 8…

બ્રિટનમાં કોરોનાવાયરસની સ્થિતિ નિયંત્રણ બહાર થઈ રહી હોય સરકારે લોકડાઉનની કડક અમલવારી કરવા માટે લોકોને જણાવ્યું છે. તેમજ જરૂર સિવાય લોકોને બહાર નીકળવા માટે મનાઇ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે જ બ્રિટન વાસીઓની સુરક્ષા માટે સરકાર દ્વારા સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત સાથે શાળા અને કોલેજો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.

coronupdate / જર્મનીમાં લોકડાઉન 31 જાન્યુઆરી સુધી લંબાવાયુ, કડક અમલવારીના …

બ્રિટિશ સરકારના જણાવ્યા પ્રમાણે દેશમાં દર 50 વ્યક્તિએ એક વ્યક્તિ કોરોના પોઝીટીવ છે જ્યારે લન્ડનમાં દર 30 વ્યક્તિએ એક વ્યક્તિ કોરોના સંક્રમિત જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત 80 વર્ષથી વધુ ઉંમરના 23 ટકા લોકોને વેક્સિન આપવામાં આવી હોવાનું પણ બ્રિટિશ સરકારના સુત્રો એ જાહેર કર્યું છે.

PM Modi / આજે કેન્દ્રીય મંત્રીમંડળ સાથે વડાપ્રધાન મોદી કરશે વિડીયો કોન…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…