Not Set/ સગર્ભાઓ માટે સારા સમાચાર : મૃત્યુ દરમાં ઘટાડો થાય તેવી રેફરલ સિસ્ટમ થશે કાર્યરત

સૌરાષ્ટ્રના સગર્ભા મહિલાઓ માટે સારા સામાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ હવે સગર્ભા મહિલાઓની મોર્ટાલીટી રેટમાં ઘટાડો થશે. કારણ કે હવેથીસૌરાષ્ટ્રભરમાં સ્માર્ટ રેફરલ સિસ્ટમ કાર્યરત થશે.

Top Stories Gujarat
rajkot

મંતવ્ય ન્યૂઝ, રાજકોટ @ ધ્રુવ કુંડેલ

વર્તમાન સમયમાં કોરોના જેવી મહામારીની વચ્ચે ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જ વધારે પ્રમાણમાં થઈ રહ્યો છે. ટેકનોલોજીનો જો યોગ્ય દિશામાં ઉપયોગ કરવામાં આવે તો તે લાભદાયક નીવડે છે.મેડિકલ જગતમાં આજે ટેકનોલોજીએ એક બાદ એક નવા આવિષ્કાર કર્યા છે. ખરા અર્થમાં કહીએ તો ટેકનોલોજીનો ઉપયોગ વાસ્તવમાં માનવ હિત સાથે સંકળાયેલો છે. રાજકોટમાં ટેકનોલોજીનો વધારે સદુપયોગ વધુ કઈ રીતે અને કોના માટે ખર્ચ કરવાથી થાય તે માટે એક મીટીંગ મળી હતી કે આ મિટિંગમાં થયેલી ચર્ચામાં સગર્ભા મહિલાઓ માટે સારા સમાચાર બહાર આવ્યા છે.

meeting
for medical

સૌરાષ્ટ્રના સગર્ભા મહિલાઓ માટે સારા સામાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ હવે સગર્ભા મહિલાઓની મોર્ટાલીટી રેટમાં ઘટાડો થશે. કારણ કે હવેથીસૌરાષ્ટ્રભરમાં સ્માર્ટ રેફરલ સિસ્ટમ કાર્યરત થશે. આ રેફરલ સિસ્ટમ Whatsapp કે અન્ય સોશ્યલ મીડિયાના માધ્મ થી સ્માર્ટ રેફરલ કાર્યરત થશે. જેના વડે દર્દીને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થશે તેમ જ સમયનો સદઉપયોગ થશે.આરોગ્ય અને તબીબી સેવાઓના વિભાગીય નિયામક ડોક્ટર રૂપાલી મહેતાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ડિજિટલ ઇન્ડિયાના સૂત્ર સાથે ટેક્નોલોજી ને જુદા જુદા ક્ષેત્રમાં ઉપયોગમાં લઇ રહી છે ત્યારે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સગર્ભા મહિલાઓનો મોર્ટાલિટી રેટ ઘટાડવા એક પ્રયાસ કરવા જઈ રહી છે. આ પ્રયાસના ભાગ રૂપે રાજ્ય આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે એક મિટિંગ બોલાવી હતી જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક, નાયબ અધિક્ષક, PDU કોલેજ ના ડીન, જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારીઓ,મનપા આરોગ્ય અધિકારીઓ સહિત અન્ય જિલ્લાના આરોગ્ય અધિકારીઓ, તબીબો સહિતના આરોગ્ય ક્ષેત્રના હોદેદારો હાજર રહ્યા હતા.

Night curfew / કોરોના સંક્રમણ વધતાં તંત્રનો નિર્ણય – કર્ણાટકમાં આજથી …

રાજકોટ વસિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર કોમલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે મિટિંગમાં સ્માર્ટ રેફરલ સિસ્ટમ અંગે ચર્ચા થઇ હતી. સૌરાષ્ટ્રભરમાં હવે સ્માર્ટ રેફરલ સિસ્ટમ વિકસાવામાં આવશે. આ સિસ્ટમ રાજકોટ જિલ્લામાં કાર્યરત છે પણ આને ટેક્નોલોજીના મદદ થી વધુ વેગવંતુ બનાવવામાં આવશે. સ્માર્ટ રેફરલ સિસ્ટમ વિકસાવા થી નાના ગામ, તાલુકા અને જિલ્લા સ્તરની સગર્ભા મહિલાઓ માટે વરદાન રૂપ બનશે. આ સિસ્ટમ અનુસાર દર્દીને શિફ્ટ કરવા પહેલા આરોગ્ય કેન્દ્રએ ખાનગી કે સિવિલ હોસ્પિટલમાં જાણ કરવાની રહેશે. જેના માટે whatsapp ગ્રુપ પણ બનાવવામાં આવશે.

Inspirational / “વીગન” એટલે પ્રાણીઓનાં બલિદાન વિનાની તેવી દુનિયા…

ગ્રુપના કારણે દર્દીને તાત્કાલિક રેફરલ મળશે જેના કારણે સમય નો બગાડ પણ નહિ થાય અને દર્દીની સારવાર સમયસર થઇ શકશે. આ સિસ્ટમમાં વિડીયો કૉલના માધ્યમ થી પણ નાના સેન્ટરના દર્દીઓ ને પણ સારવાર મળી શકશે. જે સ્માર્ટ રેફરલ સિસ્ટમ થી સગર્ભા મહિલાઓ ને પ્રસુતિ પીડા વખતે સમયસર સારવાર મળી શકશે જેથી કરી મોર્ટાલીટી રેટ ઘટશે.સ્માર્ટ રેફરલ સિસ્ટમ થી આગામી સમયમાં સગર્ભા મહિલા સહિત અન્ય દર્દીઓને પણ આરોગ્ય કેન્દ્રના રેફરલ થી ઝડપ થી સારવાર મળી શકશે. સ્માર્ટ રેફરલ સિસ્ટમ ને કાર્યરત કરવા માટે મેડિકલ સ્ટાફ ને ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે જેથી કરી ને આ સિસ્ટમ ગ્રામ્યના આરોગ્ય કેન્દ્ર થી એક્ટિવેટ થઇ શકે અને દર્દી ને સુચારુ રૂપ થી સારવાર મળી શકેશે.

Covid-19 / મંગળવારે ઘટેલા કોરોનાનાં દૈનિક કેસોમાં આજે એકવાર ફરી જોવા મળ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…