Good News!/ નેહા ધૂપિયા ફરી બનવાની છે માતા, પતિ અને દિકરી સાથે ફોટો શેર કરી આપ્યા સારા સમાચાર

અભિનેત્રીએ બેબી બમ્પ સાથે ફોટો શેર કરીને સારા સમાચાર ચાહકો સાથે શેર કર્યા છે. ફોટામાં નેહા સાથે પતિ અંગદ બેદી અને પુત્રી મહેર જોવા મળે છે…

Entertainment
નેહા ધૂપિયા

બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા અને અંગદ બેદીના ચાહકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. નેહા અને અંગદ બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આ સારા સમાચાર શેર કર્યા છે. આપને જણાવી દઈએ કે, 2018 માં આ કપલ એક પુત્રીના માતા-પિતા બન્યું છે. તે જ સમયે, હવે ચાહકો તેમની પોસ્ટ પર તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અભિનેત્રીએ બેબી બમ્પ સાથે ફોટો શેર કરીને સારા સમાચાર ચાહકો સાથે શેર કર્યા છે. ફોટામાં નેહા સાથે પતિ અંગદ બેદી અને પુત્રી મહેર જોવા મળી રહ્યા છે. મહેર પાપા અંગદના ખોળામાં છે અને માતાના બમ્પ બમ્પ તરફ જોઈ રહી છે. બીજી તરફ, નેહા બેબી બમ્પ પર હાથ મૂકીને હસતી જોવા મળી રહી છે.

https://twitter.com/NehaDhupia/status/1416983511412592640?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1416983511412592640%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.abplive.com%2Fentertainment%2Fneha-dhupia-and-angad-bedi-announces-second-pregnancy-shares-baby-bump-family-photo-1942263

આ પણ વાંચો :હોલીવુડ માત્ર એક ભ્રમ છે અને તેને મને બરબાદ કરી દીધો : કબીર બેદી

ત્રણેય બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યા છે અને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. ફોટો શેર કરતી વખતે નેહાએ લખ્યું કે, ‘2 દિવસથી કેપ્શન વિશે વિચારી રહ્યા છીએ. અમે અત્યાર સુધી જે વિચારી શક્ય તે એ છે કે, થેંક્યું ભગવાન.

ચાહકોની સાથે સેલેબ્સ પણ નેહાની આ પોસ્ટ પર બંનેને અભિનંદન પાઠવી રહ્યા છે. તે જ સમયે, ફરહાન અખ્તરે ટિપ્પણી કરી છે કે, તો  હવે હું બધાને કહી શકું છું.

 

View this post on Instagram

 

A post shared by Neha Dhupia (@nehadhupia) 

આ પણ વાંચો :નીક્કી તંબોલી પહેલા જ અઠવાડિએ થઇ શોથી બહાર, આ કારણે રોહિત શેઠ્ઠી થયો ગુસ્સે

નોંધનીય છે કે 2018 માં એક પોસ્ટ દ્વારા અંગદ બેદી અને નેહા ધૂપિયાએ લોકોને કહ્યું હતું કે તેઓ એક પુત્રીના માતા-પિતા બન્યા છે. આ પોસ્ટમાં તેણે પોતાની પુત્રીનું નામ જાહેર કર્યું હતું.

આ પણ વાંચો : ‘ધ કપિલ શર્મા શો’ ટીવી પર ફરી આવી રહ્યો છે, જુઓ સ્ટારકાસ્ટની પહેલી ઝલક