Interesting/ મરઘી પહેલા આવી કે ઈંડા? અંતે આ સવાલનો મળી ગયો જવાબ

વડીલો એક જગ્યાએ બેસીને કોયડાઓ ઉકેલતા ત્યારે એક ચોક્કસ પ્રશ્ન હંમેશા લોકોનાં મનમાં મૂંઝવતો હતો કે દુનિયામાં પહેલા મરઘી આવી કે ઈંડુ? પરંતુ હવે વૈજ્ઞાનિકોને આ સવાલનો સાચો અને સચોત જવાબ મળી ગયો છે.

Ajab Gajab News
મરઘી આવી કે ઈંડુ

એક સવાલ કે જે જાણે યુનિવર્સલ Question હોય તેમ તમામ લોકોનાં મોંઢે આપણે ક્યારેક ને ક્યારેક તો સાંભળ્યો જ હશે. તે છે કે દુનિયામાં પહેલા મરઘી આવી કે ઈંડા? બાળપણમાં આ સવાલ સામે આવતા જ આપણે માંથુ ખંડવાળવા લાગતા હતા. અને ઉંડો વિચાર કરતા કે દુનિયામાં પહેલુ કોણ આવ્યુ હશે?

મરઘી આવી કે ઈંડુ

આ પણ વાંચો – રીલ બનાવી સર્જ્યો રેકોર્ડ ! / મિત્રએ કહ્યું હતું કે, ક્યાંય ખોવાઈ જઈશ અને આજે રીલ દ્વારા લોકોના દિલોમાં અને કાનોમાં મારો અવાજ ગુંજી રહ્યો છે

આપને જણાવી દઇએ કે, જ્યારે પણ બાળકો કે વડીલો એક જગ્યાએ બેસીને કોયડાઓ ઉકેલતા ત્યારે એક ચોક્કસ પ્રશ્ન હંમેશા લોકોનાં મનમાં મૂંઝવતો હતો. ઘણીવાર આ સવાલ પૂછવામાં આવતો હતો કે દુનિયામાં પહેલા મરઘી આવી કે ઈંડું આવ્યું? આ સવાલનો જવાબ અત્યાર સુધી કોઈ આપી શક્યું નથી કારણ કે તમે ઈંડું કહો તો પૂછવામાં આવશે કે આ ઈંડું કોણે પૈદા કર્યુ? અને જો તમે તેને મરઘી કહો છો, તો પૂછવામાં આવશે કે આ મરઘી ક્યાથી નીકળી? આવી સ્થિતિમાં આ સવાલ હંમેશા લોકોને મૂંઝવતો રહે છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોને આ સવાલનો સાચો અને સચોત જવાબ મળી ગયો છે. આ વખતે તેનો જવાબ વૈજ્ઞાનિક તર્ક સાથે આપવામાં આવ્યો છે. આ સવાલનો જવાબ શોધવા માટે, યુનાઇટેડ કિંગડમની શેફિલ્ડ અને વોરવિક યુનિવર્સિટીનાં ઘણા પ્રોફેસરોએ તેના પર સંશોધન કર્યું. આ વિષય પર ઘણું સંશોધન કરવામાં આવ્યું છે. લાંબા સંશોધન બાદ વૈજ્ઞાનિકોએ આનો સાચો જવાબ શોધી કાઢ્યો છે. રિસર્ચ મુજબ આ દુનિયામાં સૌથી પહેલા મરઘી આવી હતી. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, દુનિયામાં ઈંડા પહેલા મરઘી આવી હતી. આ માટે એક સૌથી મહત્વપૂર્ણ કારણ છે. અને આ કારણ વિના, ઈંડા ક્યારેય જન્મી શકતા નથી.

મરઘી આવી કે ઈંડુ

આ પણ વાંચો – વિવાદ / ઐશ્વર્યા રાયની ED દ્વારા કરવામાં આવી પૂછપરછ, તો  સાસુ જયા બચ્ચને મોદી સરકારની સરખામણી અંગ્રેજો સાથે  

સંશોધનમાં જાણવા મળ્યું છે કે, ઈંડાનાં શેલમાં ઓવોક્લાઇડિન નામનું પ્રોટીન જોવા મળે છે. તેના વિના ઈંડાનાં શેલની રચના થશે નહીં. અને આ પ્રોટીન માત્ર મરઘીનાં ગર્ભાશયમાં જ બને છે. આવી સ્થિતિમાં જ્યાં સુધી મરઘીનાં ગર્ભાશયમાંથી મળેલા આ પ્રોટીનનો ઈંડાનાં નિર્માણમાં ઉપયોગ ન થાય ત્યાં સુધી ઈંડાની રચના નહીં થાય. આમ એ વાતની પુષ્ટિ થાય છે કે વિશ્વમાં ઈંડા પહેલા મરઘી આવી હતી. જ્યારે મરઘી આવી ત્યારે તેના ગર્ભાશયમાં ઓવોક્લાઈડિનનું નિર્માણ થયું અને પછી આ પ્રોટીન ઈંડાનાં શેલમાં પહોંચ્યું. આ સાથે એ વાતની પુષ્ટિ થઈ છે કે ઈંડા પહેલા દુનિયામાં મરઘી આવી હતી.