@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
દર વર્ષે મે મહિનામાં કાળજાળ ગરમીનાં કારણે માતાજીનો ડુંગર કાળો ભમ્મર દેખાતો હોય છે. માંડ ગણ્યાં ગાઠ્યાં વૃક્ષો જ લીલા હોય છે. પરંતુ આ વર્ષે કમોસમી વરસાદ તથા તાઉતે વાવાઝોડાના કારણે પડેલા કમોસમી વરસાદના કારણે ચામુંડા માતાજીનો ડુંગર જુલાઈને બદલે મે મહિનામાં જ બે મહિના અગાઉ જ લીલોછમ થઈ ગયો છે.
રસીકરણની રામાયણ / રસીકરણના પ્રમાણપત્ર પરથી PM મોદીનો ફોટોગ્રાફ હટાવનાર ત્રીજું રાજ્ય બન્યું પંજાબ
આ દરમિયાન સામાન્ય રીતે દર વર્ષે ગુજરાતમાં 15 થી 20 જૂન દરમિયાન ચોમાસાની શરૂઆત થતી હોય છે. બે ત્રણ સારા વરસાદ થયા પછી એકાદ મહિના બાદ એટલે કે 20 થી 30 જુલાઈ આસપાસ ચામુંડા માતાજીનાં ડુંગરાની વનરાઈઓ લીલી ઘનઘોર થતી હોય છે. પરંતુ આ વર્ષે 25 એપ્રિલ દરમ્યાન ત્રણ-ચાર દિવસ કમોસમી વરસાદ પડ્યો ત્યાર બાદ 18 મેં દરમિયાન તાઉતે વાવાઝોડાનાં કારણે કમોસમી 4-5 દિવસ વરસાદ પડ્યો. પરિણામે ડુંગર આશરે બે મહિના પહેલા જ લીલોછમ થઈ ગયો છે. પરંતુ હાલ કોરોના જેવી મહામારીનાં કારણે માતાજીનું મંદિર માઈ ભગતો માટે દર્શન કરવાં માટે ડુંગર ટ્રસ્ટ દ્વારા બંધ રખાયું છે.
USA / ગુપ્તચર એજન્સીઓને covid-19ના ઉત્પત્તિ સ્થળ શોધવા અમેરિકી રાષ્ટ્રપતિ બિડેનના આદેશ
ઉલ્લેખનીયી છે કે, હવે દેશમાં કોરોનાનાં દૈનિક કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. દૈનિક કેસોની સામે રિકવરી કેસો વધી રહ્યા છે. જણાવી દઇએ કે, 24 કલાકમાં 2.10 લાખથી વધુ નવા કેસ નોંધવામાં આવ્યા છે, જ્યારે 24 કલાકમાં દેશમાં રિકવરી 2.85 લાખ નોંધવામાં આવી છે. ઉપરાંત24 કલાકમાં દેશમાં 3,800થી વધુ મોત સામે આવતા સરકારની ચિંતામાં વધારો થવા પામ્યો છે.

