Surat News/ સુરતમાં જૈન મુનિ સાગર ચંદ્રનો કથિત ઓડિયો વાયરલ, અનેક પ્રશ્નો ઊભા

સુરતમાં જૈન મુનિ સાગર ચંદ્ર (Jain Sadhu Sagar Chandra) સાથે જોડાયેલો કથિત ઓડિયો વાયરલ થતા ચકચાર મચી છે.યુવતીના ગંભીર આક્ષેપો અને મુનિના નિવેદનથી ઉઠ્યા અનેક સવાલો… સત્ય શું છે?

Top Stories Gujarat Surat Breaking News
સુરતમાં Jain Sadhu Sagar Chandra-યુવતી વાતચીતનો ઓડિયો વાયરલ

Surat News: શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જૈન મુનિ સાગર ચંદ્ર (Jain Sadhu Sagar Chandra) સાથે સંકળાયેલો કથિત ઓડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઓડિયો સામે આવતા જ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બની ગયો છે અને અનેક સવાલો ઉભા થયા છે.

મળતી માહિતી મુજબ, વાયરલ થયેલા ઓડિયોમાં એક યુવતી અને જૈન મુનિ (Jain Sadhu Sagar Chandra) વચ્ચેની વાતચીત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઓડિયો પહેલા વાયરલ થયેલા ફોટા સાથે જોડાયેલો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

Jain Sadhu Sagar Chandraનો કથિત ઓડિયો વાયરલ

યુવતી દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે મુનિ (Jain Sadhu Sagar Chandra)એ ગુંડાઓ મોકલીને તેને ધમકી આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઓડિયોમાં મુનિ યુવતીને સાવચેતી રાખવા માટે ચેતવણી આપતા હોવાનું પણ સંભળાઈ રહ્યું છે.ઓડિયોમાં મુનિએ “આ મામલો હવે મારા હાથમાં નથી” એવું પણ કહ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે, જેના કારણે સમગ્ર ઘટનાક્રમ વધુ સંદિગ્ધ બની ગયો છે.

Jain Sadhu Sagar Chandra

આ સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. હાલ આ ઓડિયોની સત્યતા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.પ્રશાસન તરફથી પણ આ મામલે તપાસ શરૂ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:જૈન સાધુની ‘સાગરલીલા’ વાઇરલ, સમાજ લાલઘૂમ

આ પણ વાંચો:સાધ્વી સાથે નગ્ન અવસ્થામાં સાગરચંદ્ર સાગરનો વાયરલ ફોટો નીકળ્યો સાચો

આ પણ વાંચો:જૈન મુનિ તરુણસાગર મહારાજે ૫૧ વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ