સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયાએ સુરેન્દ્રનગરના જોરાવનગર અને વઢવાણ પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેકશન કર્યુ હતું. જેમાં પોલીસ સ્ટેશનમાં 12 મહિનાની કામગીરીની સમીક્ષા કરાઇ હતી. સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વેપારીઓ તેમજ વિવિધ સમાજના આગેવાનો અને સરપંચો સાથે સંવાદ કરી સમસ્યા જાણી હતી સાથે એસપીએ જણાવ્યું હતું કે, દારૂ, જુગાર, વ્યાજખોરો, ખંડણી અને લુખ્ખાગીરી સહીત ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો અમને જણાવો અમે કાર્યવાહી કરીશું એમ જણાવ્યું હતુ.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા, ડીવાયએસપી એચ.પી.દોશી, સી.પી.આઈ રાવલ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગરના જોરાવરનગર મુકામે લોકદરબારમાં પીએસઆઇ એન.એચ.કુરેશીએ આવેલા તમામ મહેમાનો અને આગેવાનોનું સ્વાગત કર્યુ હતું.
સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં ખાસ કરીને દિવસે દિવસે વિસ્તાર વધી રહ્યો છે એનાં માટે વધુ પોલીસ સ્ટાફની ફાળવણી કરવાની વોર્ડ નંબર 10ના પાલીકા સદસ્ય ભાવેશભાઈ પ્રજાપતિએ રજુઆતો કરી હતી. વેપારીઓ અને જ્ઞાતિના આગેવાનો અને ચકાલાલ દ્વારા પીએસઆઇ કુરેશી દ્વારા વિસ્તારમાં સારી કામગીરી કરી સતત તમામના સંપર્કમાં રહી ટ્રાફિક પેટ્રોલિંગ સહિતની સારી કામગીરી બદલ એમનો આભાર વ્યક્ત કર્યો હતો. અન્ય મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પોલીસ ટીમની સારી કામગીરી માટે આભાર માન્યો હતો. સાથે પોલીસ સ્ટેશનમાં ગત વર્ષે કરતાં ચાલુ વર્ષના કેસોમાં ધટાડો થતાં ટીમને એસપીએ અભીનંદન પણ પાઠવ્યા હતા.
સુરેન્દ્રનગરના વઢવાણ પોલીસ સ્ટેશનમાં યોજાયેલા લોકદરબારમાં આગેવાનો દ્વારા પીએસઆઇ ડી.ડી ચુડાસમા અને એમની ટીમ દ્વારા થયેલી કામગીરીને બીરદાવી હતી ખાસ કરીને હમણાં જ બનેલા જાહેરમાં મર્ડરની ધટનામા આરોપીને માત્ર ત્રણ કલાકમાં પકડી આરોપીનું આ વિસ્તારમાં સરઘસ કાઢી પોલીસની કામગીરી આગેવાનોએ બીરદાવી હતી સાથે વઢવાણમાં ટ્રાફિક સમસ્યાને લઇને રજુઆત પણ કરવામાં આવી હતી. જેમાં યોગ્ય કરવાની ખાત્રી એસપીએ આપી હતી.
છેલ્લા 12 મહિનાની કામગીરીની સમીક્ષા કરી તમામ પોલીસ ટીમને અભીનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં આગેવાનોમાં કાંતીભાઇ માસ્તર, ભગવાનભાઇ, દોલુભા, મુળજીભાઇ, કોઠારીયા સરપંચ અને મયુદીનભાઇ સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
