બોલીવુડ ન્યુઝ/ અમિતાભ બચ્ચનના આ ફિલ્મની નવી રિલીઝ ડેટ થઈ જાહેર, જાણો કઈ છે

આ ફિલ્મની નવી રિલીઝ ડેટ બહાર આવી છે. અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયાપર પોસ્ટ શેર કરીને ચાહકોને આ ખુશખબરી આપી છે.

Entertainment

અમિતાભ બચ્ચન, ઇમરાન હાશ્મી અને રિયા ચક્રવર્તીની  ફિલ્મ ચેહરેના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, અગાઉ આ ફિલ્મ એપ્રિલમાં થિયેટરોમાં રિલીઝ થવાની હતી પરંતુ કોરોના મહામારીના કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી. હવે આ ફિલ્મ ની નવી રિલીઝ ડેટ બહાર આવી છે. અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયાપર પોસ્ટ શેર કરીને ચાહકોને આ ખુશખબરી આપી છે.

અમિતાભ બચ્ચને એક વીડિયો શેર  કર્યો છે, જેમાં તેઓ કહેતા જોવા મળે છે કે, જો તમારામાંથી કોઈએ કોઈ અપરાધ કે અત્યાચાર કર્યો હોય તો સાવધાની સાથે અહીંથી પસાર થવુ, કારણ કે આ રમત તમારી સાથે પણ રમી શકાય છે.

અમિતાભ બચ્ચને આ વીડિયો શેર કરતા લખ્યું કે, સાવધાન રહો. તમને ચેતવણી આપવામાં આવી રહી છે, કારણ કે આ આરોપ તમારા પર લાગી શકે છે.આપને જણાવી દઈએ કે, ચેહરે 27 ઓગસ્ટના રોજ તમારી નજીકના થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.

https://www.instagram.com/p/CSdx6l5CGPw/?utm_source=ig_web_copy_link

ચેહરે ફિલ્મના નિર્માતા આનંદ પંડિતે ફિલ્મની રિલીઝ  પર જણાવ્યું હતુ કે, આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થશે ,તેહું થિયેટરોમાં બ્લોકબસ્ટર ફિલ્મો જોઈને મોટો થયો છું અને મિસ્ટર બચ્ચનનેમોટા પડદા પર લાવવું મારા પ્રોડક્શન હાઉસ માટે શાનદાર છે.