Cricket/ પાકિસ્તાનનાં ફાસ્ટ બોલરે આ ટૂર્નામેન્ટમાં પોતાની ડેબ્યૂ મેચમાં જ કર્યો ધમાલ, લીધી એક જ ઓવરમાં ત્રણ વિકેટ

પાકિસ્તાનનાં ફાસ્ટ બોલર મોહમ્મદ હસનૈને બિગ બેગ લીગમાં પોતાની ડેબ્યૂ મેચમાં જ ધમાકો કર્યો હતો. તેણે તેની ડેબ્યૂ મેચમાં ધમાકેદાર શરૂઆત કરી અને તેની પ્રથમ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી છે.

Sports
મોહમ્મદ હસનૈન

પાકિસ્તાનનાં ફાસ્ટ બોલર મોહમ્મદ હસનૈને બિગ બેગ લીગમાં પોતાની ડેબ્યૂ મેચમાં જ ધમાકો કર્યો હતો. તેણે તેની ડેબ્યૂ મેચમાં ધમાકેદાર શરૂઆત કરી અને તેની પ્રથમ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી છે. તેણે એડિલેડ સ્ટ્રાઈકર્સ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. હસનૈને સિડની થંડર માટે BBL માં પ્રવેશ કર્યો હતો.

આ પણ વાંચો – ક્રિકેટ / ભારત સામેની વનડે શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની ટીમ જાહેર,ફાસ્ટ બોલર માર્કો જેન્સનનો સમાવેશ

મોહમ્મદ હસનૈને એડિલેડ સ્ટ્રાઈકર્સની ઈનિંગની ત્રીજી ઓવરમાં બીજા, ત્રીજા અને પાંચમાં બોલ પર વિકેટ લીધી હતી.તેણે ડેનિયલ સેમ્સનાં હાથે મેથ્યુ શોર્ટને કેચ આઉટ કરીને પોતાનો પહેલો શિકાર બનાવ્યો હતો. આગામી બોલ પર તેણે જેક વેધરલ્ડને LBW આઉટ કર્યો. આ પછી ક્રિઝ પર આવેલા જોનાથન વેલ્સે મોહમ્મદ હસનૈનની હેટ્રિક ન થવા દીધી. પરંતુ પાંચમાં બોલ પર હસનૈને તેને બેન કટિંગનાં હાથે કેચ કરાવ્યો અને તેને ચાલતો કર્યો. તેણે આ ઓવરમાં કોઈ રન આપ્યા વિના ત્રણ વિકેટ ઝડપી હતી. આ રીતે હસનૈને BBL માં પોતાના સપનાની શરૂઆત કરી. મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા સિડની થંડરે 20 ઓવરમાં 7 વિકેટે 172 રન બનાવ્યા હતા. સિડની થંડર તરફથી મેથ્યુ ગિલકેસ સૌથી વધુ 93 રન બનાવ્યા હતા. તેણે આ રન 57 બોલમાં બનાવ્યા હતા. એડિલેડ સ્ટ્રાઈકર્સ તરફથી પીટર સિડલ અને વેસ એગરે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો – કોરોના સંક્રમિત / PSG ક્લબમાં કોરોના બોમ્બ ફાટ્યો, લિયોનેલ મેસ્સી સહિત 4 ખેલાડીઓ સંક્રમિત થયા

ઉલ્લેખનીય છે કે, 173 રનનાં ટાર્ગેટનો પીછો કરતા એડિલેડ સ્ટ્રાઈકર્સ 20 ઓવરમાં 144 રન જ બનાવી શકી અને 28 રનથી હારી ગઈ. એડિલેડ સ્ટ્રાઈકર્સ તરફથી હેરી નીલ્સને 39 રન બનાવ્યા હતા. હસનૈને 4 ઓવરનાં ક્વોટામાં 20 રન આપીને 3 વિકેટ લીધી હતી. 21 વર્ષીય મોહમ્મદ હસનૈને પાકિસ્તાન માટે 18 T20 અને 8 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી છે. T20 ઈન્ટરનેશનલમાં તેણે 30.70ની એવરેજથી 17 વિકેટ લીધી છે. વન-ડે ઈન્ટરનેશનલમાં તેણે 37.91ની એવરેજથી 12 વિકેટ લીધી છે.