New Delhi/ લાઇવ રેડિયો શો માં PM ની માતા પર અભદ્ર ભાષાનો કરાયો ઉપયોગ, ટ્રેન્ડ થઇ રહ્યુ છે #BoycottBBC

બીબીસી એશિયન નેટવર્ક રેડિયો શો ‘બિગ ડિબેટ’ માં એક કોવર તરફથી PM નરેન્દ્ર મોદીની માતાને અપશબ્દો કહ્યા જવાનો મામલો સામે આવ્યો છે.

India

બીબીસી એશિયન નેટવર્ક રેડિયો શો ‘બિગ ડિબેટ’ માં એક કોવર તરફથી PM નરેન્દ્ર મોદીની માતાને અપશબ્દો કહ્યા જવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના પછીથી #BoycottBBC નો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે, બ્રિટનમાં પ્રસારિત થયેલા કાર્યક્રમમાં એક કોલરે ફોન કર્યો હતો અને વાતચીત દરમિયાન તેણે પીએમ નરેન્દ્ર મોદીની માતાને અપશબ્દો આપવાનું શરૂ કર્યું હતું.

Crime / સગીર રેપ કરવામાં નિષ્ફળ જતા નાબાલિકનું દુપટ્ટાથી ગળુ દબાવી દીધું, બાદમાં 20 મીટર સુધી ઢસડીને ફેંકી દીધી

આ ચર્ચા બ્રિટનમાં શીખ અને ભારતીયો વિરુદ્ધ જાતિવાદનાં મુદ્દા પર આધારિત હતી. આ સમય દરમિયાન, એક કોલરે પીએમ મોદીની માતા વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. આ શો નો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. કોલરનાં અભદ્ર વર્તનની નિંદા ન કરવા બદલ લોકો બીબીસી અને હોસ્ટ પર શાંબ્દિક હુમલો કરી રહ્યા છે. બીબીસીનાં આ કાર્યક્રમ અંગે ભાજપનાં ધારાસભ્ય કપિલ મિશ્રાએ પણ ટ્વીટ કર્યું છે. કપિલ મિશ્રાએ લખ્યું છે કે, ‘બીબીસીમાં બોલાતી ગંદી અને અશ્લીલ ભાષા બોલાઇ એ ભારતનાં કાયદા અને બંધારણ મુજબનો ગુનો છે. બીબીસીએ જવાબ આપવો પડશે નહીં તો અમે નાગરિકો તરીકે કાયદા દ્વારા ભારતમાં બીબીસી બંધ થવાની દિશામાં આગળ વધીશું.’ જણાવી દઇએ કે, આ કાર્યક્રમ બ્રિટનમાં ચાલી રહેલા શીખો અને ભારતીયો સાથે પણ સંબંધિત હતો, જેમાં પંજાબનાં ખેડૂતોની મોટી ભાગીદારી છે.

Vaccine / રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે લગાવી કોરોના રસી, આર્મીના RR હોસ્પિટલમાં જઈને લીધી વેક્સિન

સોશિયલ મીડિયા પર કોલરની સાથે જ કાર્યક્રમનાં હોસ્ટની પણ નિંદા કરવામા આવી રહી છે. જણાવી દઇએ કે, હોસ્ટ તરફથી કોલરનાં વિશે હુ કઇ ન કહેવા અને બ્રોડકાસ્ટર્સ દ્વારા તેના વિશે કોઈ ટિપ્પણી ન કરવાને લઇને બીબીસી પર નિશાનો સાંધવામાં આવી રહ્યો છે. ટ્વિટર પર #BoycottBBC ટ્રેન્ડ કરી રહ્યુ છે. આ પહેલા પણ ઘણીવાર બીબીસી ભારત અનેક વખત નિશાના પર આવી ચૂક્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ