Election/ થરાદમાં વડાપ્રધાનની સભાના મંડપના બોલ્ટ કાઢવાનો વીડિયો વાયરલ બાબતે પોલીસે એક યુવકની કરી ધરપકડ

ગુજરાત ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની બાગડોર સંભાળી છે,જેના લીધે સમયઅંતરાલે ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે.

Top Stories Gujarat
  • બનાસકાંઠા જિલ્લા LCB ટિમ ના માણસોએ એક શખ્સને ઝડપી પાડ્યો..
  • LCB પોલીસે થરાદ ના ઇઢાટા ગામેથી ઝડપી પાડ્યો. શખ્સને
  • યુવકને ઝડપી બનાસકાંઠા LCB પોલીસે વધુ તપાસ હાથ ધરી.

ગુજરાત ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની બાગડોર સંભાળી છે,જેના લીધે સમયઅંતરાલે ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. રાજ્યમાં વિકાસના કાર્યક્રમોને  લોકાપર્ણ અને જાહેર સભા સંબોધી રહ્યા છે, એવામાં વડાપ્રધાનની એક જાહેર સભાનો વીડિયો સામે આવ્યો છે,જે ચોકાવનારો છે.

વીડિયોમાં યુવકનું અજીબ વર્તન જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની થરાદમાં યોજાયેલી સભામાં સ્ક્રૂ- બોલ્ટ ચોરી કરતા શખ્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. થરાદમાં યોજાયેલ પ્રધાનમંત્રીની સભામાં આવા દ્રશ્યો સામે આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.આ મામલે પોલીસે એક શખ્સને પકડી પાડ્યો છે.થરાદ એલસીબી પોલીસે  થરાદના ઇઢાટા ગામના શખ્સને ઝડપી પાડ્યો છે. આ યુવકને વધુ પુછપરછ માટે બનાસકાંઠાની એલસીબી હાલ પુથપરછ કરી રહી છે.