મહાશિવરાત્રી/ લીંબડી ભીમનાથ, ફુલનાથ સહિતના શિવાલયોમાં હરહર મહાદેવના નાદ ગુંજી ઉઠયાં

શિવની રાત્રી એટલે મહાશિવરાત્રી ત્યારે આજે ભોલે ભક્તો શિવની આરાધનામા લીન બની બેસે છે ત્યારે આજે લીંબડીમા આવેલ ફુલનાથ મહાદેવ મંદિર, ભીમનાથ મહાદેવ મંદિર , હરેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં હરહર મહાદેવના નાદ ગુંજી ઉઠયાં હતાં

Gujarat

ભોળિયા મહાદેવ એટલે કે શિવ અને શિવની રાત્રી એટલે મહાશિવરાત્રી ત્યારે આજે ભોલે ભક્તો શિવની આરાધનામા લીન બની બેસે છે ત્યારે આજે લીંબડીમા આવેલ ફુલનાથ મહાદેવ મંદિર, ભીમનાથ મહાદેવ મંદિર , હરેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં હરહર મહાદેવના નાદ ગુંજી ઉઠયાં હતાં.

શિવભક્તો મહાદેવના દર્શનાર્થે શિવાલયોમાં આવી પહોંચ્યા હતા ત્યારે બપોરની થતી 12 વાગ્યેની શિવ આરતીનો ભક્તોએ લાભ લીધો હતો જેમાં વાત કરવામાં આવે તો શિવ એટલે ભોળિયા મહાદેવ નામે ઓળખાય છે તો આ ભોળિયા મહાદેવની પૂજા કરવા નાના બાળકો મહિલાઓ સહિત વૃધ્ધો પણ શિવાલયોમાં આવી હરહર મહાદેવના નાદ ઉચ્ચારીયા હતા અને શિવ ભક્તિમાં મન મુગ્ધ બન્યા હતા.

આજે દેશભરમાં મહાશિવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે ભગવાન શિવે માતા પાર્વતીને પત્ની તરીકે સ્વીકાર્યા હતા. એટલું જ નહીં આ દિવસે ભગવાન શિવ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા. આ દિવસે કરવામાં આવતી પૂજાનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે સાચા હૃદય અને આદરથી કરવામાં આવતી પૂજાથી ભોલેનાથ પ્રસન્ન થઈ જાય છે.

ધાર્મિક માન્યતા છે કે આ દિવસે શિવના પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરવાથી દરેક અશક્ય કાર્ય શક્ય બને છે. પંચાક્ષર મંત્ર ‘ઓમ નમઃ શિવાય’ નો મહિમા ભક્તોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ એક ખૂબ જ સરળ અને અસરકારક મંત્ર છે. કહેવાય છે કે આ મંત્રના જાપથી ભક્તોનું કલ્યાણ થાય છે. પાંચ તત્વો પૃથ્વી, અગ્નિ, જળ, આકાશ અને વાયુને શિવના પંચાક્ષર મંત્રના જાપ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી ભક્તોને મોક્ષની પ્રાપ્તિ થાય છે.  લીંબડીના મહાદેવોમાં આજે ભોળેનાથની ભક્તિ ગુંજી ઉઠી હતી. રાત્રીના પણ મહાદેવના દર્શને ભાવિકોની ભીડ જામી છે.