સુરત/ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું | તાપી નદીનું જળસ્તર વધ્યું

તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવાના કારણે સૂર્યપુત્રી તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે તો ઉકાઈ ડેમમાંથી પાણીની આવક 2,85 લાખ ક્યુસેક થઈ છે.

Gujarat Surat Trending
સુરત તાપી

ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોવાના કારણે તાપી નદીનું જળસ્તર વધ્યું છે અને સુરતનો કોઝવે 9.31 મીટરની સપાટી થી ઓરફ્લો થઈ રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની જળસ્તર સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. તેના કારણે ઉકાઈ ડેમની પાણીની સપાટી જાળવીમાં રાખવા માટે ઉકાઈ ડેમમાંથી 1.83 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવાના કારણે સૂર્યપુત્રી તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે તો ઉકાઈ ડેમમાંથી પાણીની આવક 2,85 લાખ ક્યુસેક થઈ છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોવાના કારણે સુરતમાં વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે 9.31 મીટરની સપાટીથી કોઝવે ઓવરફ્લો થયો હોવાના કારણે નયન દરમિયાન દ્રશ્યો સર્જાયા હતા અને સુરતીલાલાઓ આ વધેલા જળસ્તરને જોવા ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : ભાવનગરનાં મઢડા ગામે ‘રાષ્ટ્રમાતા’નું મંદિર ભક્તો માટે છે બંધ : શું સરકાર સ્વતંત્રતા દિવસે ભારતમાતા મંદિરનાં દરવાજા ખોલશે?