@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
લોકોને ન્યાય આપતા જજ વિરુદ્ધ જ પત્નીએ ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જજની સાથે સાસરીયા વિરુદ્ધ પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ફરીયાદીએ આક્ષેપ કર્યા છે કે માસિક ધર્મમાં હોવા છતા પતિ પોર્ન મુવી મુજબ આસનો કરાવતો હતો. જે અંગે મહિલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં એક 35 વર્ષીય મહિલાએ તેના પતિ સહિત સાસરિયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. આ યુવતીનો પતિ રાજકોટ ખાતે જેએમએફસી જજ છે. આ યુવતીએ તેના પતિ ઉપર આક્ષેપ કર્યા છે કે તેનો પતિ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરાવતો હતો. જ્યારે તેઓ હનીમૂન માટે ગયા ત્યારે તે યુવતી માસિકમાં હોવા છતાં તેની સાથે શારીરિક સુખ માણ્યું હતું. આટલું જ નહીં આ યુવતીને તેના પતિએ માર મારતાં ગળામાં ઈજાઓ થઇ હોવા છતા પતિ મુખ મૈથુન કરાવતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ યુવતીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે માસિક ધર્મ દરમ્યાન પણ પતિ શરીર સંબંધ બાંધવા માટે મજબુર કરતો હતો. જેથી ઘણાં વર્ષોથી ત્રાસ ગુજારનાર પતિ સામે યુવતીએ તમામ આક્ષેપોની સાથે ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના મણિનગર પૂર્વમાં રહેતી 35 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2009માં એક યુવક સાથે થયા હતાં. લગ્ન બાદ આ યુવતી પતિ સાથે હનીમૂન ટૂરમાં ગઇ હતી. આ દરમિયાન આ યુવતી માસિક ધર્મમાં હોવા છતાં તેના પતિએ તેની સાથે વારંવાર શારીરિક સંબંધો યુવતીની મરજી વિના બાંધ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. જેથી યુવતીને ગુપ્ત ભાગમાં ઇન્ફેક્શન થયુ હતુ જેની 6 મહિના સુધી સારવાર ચાલી હતી. સારવાર માટે જ્યારે ડોક્ટર પાસે આ યુવતી તેના પતિ સાથે ગઇ હતી ત્યારે ડોક્ટરે થોડો સમય શરીર સંબંધ ન બાંધવા જણાવ્યું હતું. છતાંય તેનો પતિ તેની સાથે શરીર સુખની માંગણી કરતો અને યુવતી મનાઇ કરે તો આખી રાત તેની સાથે ઝઘડો કરતો.
વર્ષ 2010માં આ યુવતી ગર્ભવતી થઇ હતી ત્યારે ડોક્ટરે આ યુવતીના પેટમાં બે બાળકો હોવાથી શરીર સંબંધ બાંધવાની ના પાડી હોવા છતા પતિ મજબુર કરતો હતો. ઉપરાંત યુવતીના પતિએ પોતાના હોદ્દાની રૂએ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ભાઈ અને પિતા વિરુદ્ધ એફ.આઈ.આર દાખલ કરાવી હતી. તેના પતિએ છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં કેસ પણ ફાઇલ કર્યો હોવાથી તેની નોટિસ મળતાં યુવતી એ ફરિયાદ નોંધાવી છે. જેને લઈ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Ahmedabad: શું છે આ બાળકીનો ગુનો કે તેને ત્યજી દેવાઈ મંદિરની બહાર?
Ahmedabad: ડોન અમીન મારવાડી બાદ જુહાપુરાનાં વધુ એક કુખ્યાત અઝહર કવાલ સામે પોલીસ ફરિયાદ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
