મહિલાઓ કોઈથી ઓછી નથી. આ હકીકતનો અહેસાસ કરાવતો એક કિસ્સો મહારાષ્ટ્રના પુણેથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં મહિલાઓ અને બાળકોને લઈ જઈ રહેલી મિની બસના ડ્રાઈવરને અચાનક વાઇ આવતા, તે નીચે પડી ગયોબસમાં બેઠેલી 42 વર્ષની યોગિતા સાતવે મોડું કર્યા વિના બસનું સ્ટિયરિંગ પકડી લીધું હતું. યોગિતાએ બસને 10 કિલોમીટર સુધી ચલાવી અને તેને હોસ્પિટલ લઈ જઈ ડ્રાઈવરનો જીવ બચાવ્યો.
મળતી માહિતી મુજબ, આ ઘટના 7 જાન્યુઆરીની છે, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે, યોગિતા અન્ય મહિલાઓ અને બાળકો સાથે શિરુરમાં એક કૃષિ પર્યટન સ્થળ પર પિકનિક કરીને બસમાંથી પરત ફરી રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરને વાઇ આવતા’અને તેણે કારને એકાંત જગ્યાએ રોકવી પડી.
बस ड्राइवर को अटैक पड़ जाने पर पुणे की महिला ने खुद बस चलाकर उसे हॉस्पिटल पहुंचाया.
देखें वीडियो pic.twitter.com/QHRlg5ENxy— Anubhav Shakya (@AnubhavVeer) January 16, 2022
યોગિતાએ કહ્યું કે હું કાર કેવી રીતે ચલાવવી તે જાણું છું. બાળકો અને મહિલાઓને ગભરાયેલા જોઈને મેં બસ ચલાવવાનું નક્કી કર્યું. યોગિતાએ અન્ય લોકોને પણ તેમના ઘર સુધી છોડી દીધા હતા. કટોકટીના સમયમાં, લોકો ગભરાયા વિના સમજદારીપૂર્વક કામ કરવા બદલ યોગિતાની પ્રશંસા કરી રહ્યા છે.
યોગિતાના આ વીડિયોને લોકોએ સોશિયલ મીડિયા પર ખૂબ શેર કર્યો છે અને તેમને ઘણો પ્રેમ મળી રહ્યો છે. લોકોએ પણ તેની મદદની પ્રશંસા કરી. લોકોએ ઘણી સારી ટિપ્પણીઓ કરી છે કારણ કે સાતવે સંકટના સમયે હિંમત બતાવી અને ગભરાયા નહીં.
