કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પંજાબ અને અન્ય કેટલાક સ્થળોએ મોબ લિંચિંગની તાજેતરની ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં, મંગળવારે આરોપ લગાવ્યો હતો કે 2014 માં નરેન્દ્ર મોદી સરકારની રચના થઈ તે પહેલા ‘લિંચિંગ’ શબ્દ સાંભળવામાં આવ્યો ન હતો. ‘થેન્ક યુ મોદી જી’ હેશટેગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા તેમણે ટ્વીટ કર્યું કે, 2014 પહેલા ‘લિંચિંગ’ શબ્દ પણ સાંભળવામાં આવતો ન હતો.
2014 से पहले ‘लिंचिंग’ शब्द सुनने में भी नहीं आता था।
Before 2014, the word ‘lynching’ was practically unheard of. #ThankYouModiJi
— Rahul Gandhi (@RahulGandhi) December 21, 2021
આ પણ વાંચો – રીલ બનાવી સર્જ્યો રેકોર્ડ ! / મિત્રએ કહ્યું હતું કે, ક્યાંય ખોવાઈ જઈશ અને આજે રીલ દ્વારા લોકોના દિલોમાં અને કાનોમાં મારો અવાજ ગુંજી રહ્યો છે
પંજાબમાં ટોળા દ્વારા અલગ-અલગ ઘટનાઓમાં બે લોકોનાં મોતને લઈને રાજકીય નિવેદન ચાલી રહ્યા છે, તે દરમિયાન કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીનું લિંચિંગ અંગેનું ટ્વીટ સામે આવ્યું છે. તેમણે આમા કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ લખ્યું છે કે, વર્ષ 2014 પહેલા (મોદી સરકાર આવી તે પહેલા) લિંચિંગ શબ્દ સાંભળવામાં આવતો નહોતો. આપને જણાવી દઈએ કે, પંજાબની બન્ને ઘટનાઓ પર મોટાભાગનાં રાજનેતાઓ ખુલીને બોલી રહ્યા નથી કારણ કે આ મામલા Dishonesty સાથે જોડાયેલા છે. જો કે રાહુલ ગાંધી પહેલા પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, જે લોકો અપવિત્રતા ફેલાવે છે તેમને બધાની સામે ફાંસી આપવામાં આવે. ભાજપે તુરંત જ જવાબ આપ્યો. BJP IT સેલનાં વડા અમિત માલવિયાએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો વીડિયો જાહેર કર્યો છે. અમિત માલવિયાએ રાજીવ ગાંધીને દેશમાં લિંચિંગનાં પિતા કહ્યા છે. વીડિયોમાં રાજીવ ગાંધી ઈન્દિરા ગાંધીની હત્યા અને ત્યારબાદ થયેલા શીખ રમખાણોનો ઉલ્લેખ કરી રહ્યા છે. રાજીવ ગાંધી કહે છે કે જ્યારે પણ મોટું વૃક્ષ પડે છે ત્યારે ધરતી હલી જાય છે.
Meet Rajiv Gandhi, father of mob lynching, justifying blood curdling genocide of Sikhs. Congress took to streets, raised slogans like ‘khoon ka badla khoon se lenge', raped women, wrapped burning tyres around necks of Sikh men while dogs gorged on charred bodies dumped in drains. https://t.co/LFAoAgIGVl pic.twitter.com/ntNovHNF3W
— Amit Malviya (@amitmalviya) December 21, 2021
આ પણ વાંચો – ચૂંટણી પરિણામ / કોલકતાની મ્યુનિસિપલ ચૂંટણીમાં BJP પાછળ, ધમાકેદાર જીત તરફ અગ્રેસર TMC
બીજેપી આઈટી સેલનાં વડા અમિત માલવિયાએ વીડિયો જાહેર કર્યો અને લખ્યું, ‘મોબ લિંચિંગનાં પિતા રાજીવ ગાંધીને મળો, શીખોનાં લોહીથી લથબથ નરસંહારને યોગ્ય ઠેરવતા. કોંગ્રેસ રસ્તા પર ઉતરી, ખૂન કા બદલા ખૂન સે લેગે જેવા સૂત્રોચ્ચાર કર્યા, મહિલાઓ પર દુષ્કર્મ કર્યો, શીખ પુરુષોનાં ગળામાં સળગતા ટાયર લપેટી, નાળાઓમાં ફેંકી દેવાયેલા બળેલા મૃતદેહો પર કૂતરાઓને લઈ જવામાં આવ્યા.’ રાહુલ ગાંધીનાં લિંચિંગ નિવેદન પર સોશિયલ મીડિયામાં જબરદસ્ત પ્રતિક્રિયાઓ આવી રહી છે. યુઝર્સ યાદ અપાવી રહ્યા છે કે મહેશ ભટ્ટે 2009માં લિંચિંગ પર કેવી રીતે ટ્વીટ કર્યું હતું. વળી, મોટાભાગનાં લોકો યાદ અપાવી રહ્યા છે કે 1984માં શીખો સાથે જે થયું તે પણ લિંચિંગ જ હતું.
