લંડનના એક 12 વર્ષના છોકરો 54 મેગ્નેટ બોલને ગળી ગયો, ત્યારબાદ તેનું મોત નીપજ્યું. ડૉકટરોએ 6 કલાકના ઓપરેશન બાદ પેટમાંથી ચુંબકની ગોળીઓ કાઢી તેમનો જીવ બચાવ્યો.
શા માટે ચુંબક ગોળીઓ ગળી ગયો?
રાયલી મોરીસને એક પ્રયોગ તરીકે આ કર્યું. તે જાણવા માંગતો હતો કે ચુંબક ગળી ગયા પછી ચુંબકીય શક્તિ શરીરની અંદર આવશે કે કેમ અને તેનાથી શરીરમાં કોઈ ધાતુ વળગી રહી છે કે કેમ. તે એ પણ જાણવા માંગતો હતો કે તે ગોળીઓ શૌચાલયમાં કેવી રીતે બહાર આવશે.

2 દિવસમાં 54 ગોળીઓ ગળી
ડેઇલીમેલ દ્વારા અહેવાલ મુજબ રાયલી મોરીસન પહેલી જાન્યુઆરીએ મેગ્નેટ બોલ્સ ગળી ગયો. ત્યારબાદ, 4 જાન્યુઆરીએ તેણે ફરીથી કેટલીક ગોળીઓ ગળી. જો કે, તેની કોઈ અસર થઈ નહોતી અને તેની અંદર ચુંબકીય ગુણધર્મો મળ્યાં નથી.
જ્યારે મેગ્નેટ બોલ્સ ગળી ગયા પછી રાયલી મોરીસનને કોઈ અસર દેખાઈ નહીં, ત્યારે તેણે તેની 30 વર્ષીય માતાને જાણ કરી. જોકે તેમણે જણાવ્યું હતું કે માત્ર 2 ગોળીઓ જ ગળી ગયો છે.

માતા તરત જ તેને ડૉક્ટર પાસે લઈ ગઈ
જ્યારે રાયલી મોરીસને તેની માતાને ગોળીઓ ગળી જવા વિશે કહ્યું, ત્યારે તે તાત્કાલિક હોસ્પિટલમાં દોડી ગઈ, જ્યાં ડૉકટરોએ એક્સ-રે કર્યો અને તે રિપોર્ટ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે તેના પેટમાં ઘણી ગોળીઓ છે. એક્સ-રેમાં એ પણ બહાર આવ્યું હતું કે ચુંબક તેના પેટ અને આંતરડામાં હતું.
એક્સ-રે પછી ડૉકટરોએ અંદાજ લગાવ્યો હતો કે ત્યાં 5-30 ગોળીઓ હશે, પરંતુ સર્જરીમાં જે ગોળીઓ બહાર નીકળી છે તે જોઈને તમામને આશ્ચર્ય થયું. લગભગ 6 કલાકના ઓપરેશન પછી ડૉકટરોએ ચુંબકની 54 ગોળીઓ કાઢી અને રાયલી મોરીસનનો જીવ બચાવી લીધો.
