ઘણા લોકો મોટાભાગે પોતાના ઘરમાં કૂતરા અને બિલાડી પાળે છે, પરંતુ શું તમે ક્યારેય કોઈને ઘરનાં બેડરૂમમાં ગાય પાળતા જોઇ છે? હા, જોધપુરનો એક એવો પરિવાર છે જે પોતાની ગાયને કારણે ઈન્સ્ટાગ્રામ પર ફેમસ થઈ ગયો છે.
https://www.instagram.com/reel/CS3xduyl7J5/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો – Retirement / પાકિસ્તાન ટીમનાં અનુભવી ઓલરાઉન્ડરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત
તમે ગૌમાતાની સેવાની ઘણી વાર્તાઓ સાંભળી હશે. પરંતુ રાજસ્થાનનાં જોધપુરનો એક પરિવાર ગૌ માતાની અનોખી સેવાને લઈને ચર્ચામાં છે. આ ગાય ભક્તે પોતાના ઘરમાં ગાય માટે અલગ રૂમ બનાવ્યો છે. તેના માટે ખાસ બેડ પણ છે. આખો પરિવાર તેમના પરિવારનાં સભ્યની જેમ ગૌ માતાની સેવા કરે છે. ગાયો તેમના બેડરૂમમાં રમે છે અને પલંગ પર આરામથી રહે છે. આ ગાયોને તેમનો વ્યક્તિગત બેડરૂમ અને સૂવા માટે બેડ પણ આપવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, જોધપુર શહેરનાં પાલ રોડ પર રહેતા પ્રેમસિંહ કચ્છવાહ અને તેની પત્ની સંજુ ગાયનાં ભક્ત છે. તેમનું ઘર કાઉ હાઉસ નામથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. પ્રેમ સિંહ અને સંજુએ તેમના ઘરમાં એક અલગ રૂમ બનાવ્યો છે.
https://www.instagram.com/reel/CYMO5xHI2Sp/?utm_source=ig_web_copy_link
અહીં સવારથી સાંજ સુધી માતા ગાયની સેવા બાળકની જેમ કરવામાં આવી રહી છે. રૂમમાં ગૌ માતા માટે પલંગ, પથારી અને કપડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના ઘરમાં બે ગાય અને એક વાછરડું છે. તેઓ એક પરિવારની જેમ ત્રણ ગાયોની સંભાળ રાખે છે. આપને જાણીને નવાઇ લાગશે પણ સંજુ કંવરનો જોધપુરમાં પરિવાર છે, જે @cowsblike નામનું ઈન્સ્ટાગ્રામ પેજ પણ ચલાવે છે. આ પેજ પર તે ગાયોની તસવીરો અને વીડિયો શેર કરે છે. તેમની ગાયોનાં નામ ‘ગોપી’, ‘ગંગા’ અને ‘પૃથુ’ છે. વળી, યુઝર્સ સંજુની આ પહેલને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેના વખાણ પણ કરી રહ્યા છે. તસવીર પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, “પરિવાર પર ગર્વ છે… સલામ.”
https://www.instagram.com/reel/CXk3YrllGs_/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો – વિધાનસભા ચૂંટણી / મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મથુરાથી ઉમેદવાર બનાવવા માટે માગ,ભાજપના સાંસદે જે.પી.નડ્ડાને લખ્યો પત્ર
આ વીડિયો બે અઠવાડિયા પહેલા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો, જેને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ રીલને અત્યાર સુધીમાં 63 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સિવાય તેને ઈન્સ્ટાગ્રામનાં ઘણા અલગ-અલગ પ્લેટફોર્મ પર પણ શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં ગાય પલંગ પર પીળી ચાદર પહેરીને આરામથી બેઠી છે. વીડિયોનું કેપ્શન છે, “દરેક વ્યક્તિ પોતાનું ધ્યાન રાખે.”
