OMG!/ આ વ્યક્તિને પુલ પર સ્ટંટ કરવા પડ્યા ભારે, વીડિયો તમે જોઈ લો ….

લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે, જેમાં એક યુઝર્સ લખ્યું, “આગલી વખતે શરત અને સ્ટંટ બંને કાળજીપૂર્વક કરવામાં આવશે.

Ajab Gajab News

આજકાલ સ્ટંટને લઈને યુવાનોમાં ઘણો ક્રેઝ છે. સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક સ્ટંટ વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયો એટલા ખતરનાક હોય છે, જે જોઈને ખુબ આશ્વર્ય થાય છે, ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં  જોવા મળે છે કે,એક વ્યક્તિ પુલ પર બાઇક સ્ટંટ કરવાનો પ્રયાસ કરે છે,પરંતુ થોડા સમય બાદ કંઈક એવુ થાય છે જે જોઈને લોકોને ખુબ આશ્વર્ય થઈ રહ્યુ છે.

https://twitter.com/HldMyBeer/status/1436378854239637504?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1436378854239637504%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9gujarati.com%2Ftrending%2Fman-doing-stunt-while-riding-bike-see-what-happen-next-328821.html

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે, જેમાં એક યુઝર્સ લખ્યું, “આગલી વખતે શરત અને સ્ટંટ બંને કાળજીપૂર્વક કરવામાં આવશે.” જ્યારે અન્ય યુઝર્સ લખ્યું, ‘તમારે આવા સ્ટંટ કરતા પહેલા વીમો ઉતારી લેવો જોઈએ.’ આ સિવાય અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.