Navratri/ આ છે ગુજરાતનું અનોખુ ગરબા મંદિર, જ્યાં નવરાત્રિમાં થાય છે માતાની વિશેષ આરાધના

ગરબા મંદિરની સ્થાપના 2004માં થયેલી છે, આ મંદિરની સ્થાપનાને 18 વર્ષ પહેંલા બળદેવભાઈ વી. ઝાલાએ કરી હતી, સપનામાં આવીને માતાજીએ તેમને ગરબા આકારનું મંદિર બનાવવાનું કહ્યું હતુ

Gujarat Dharma & Bhakti

ભાવનગર શહેરના ધર્મરાજ સોસાયટીમાં ગરબા મંદિર આવેલું છે. આ ગરબા મંદિરની સ્થાપના આજથી 18 વર્ષ પહેલા ગરબી આકારનું અલગ મંદિર બનાવી કરવામાં આવી હતી. આ ગરબા મંદિરમાં નવરાત્રિ દરમિયાન હજારો દર્શનાર્થીઓ આવે છે.
..અને બનાવ્યું ગરબા મંદિર

ગરબા મંદિરની સ્થાપના 2004માં થયેલી છે. આ મંદિરની સ્થાપનાને 18 વર્ષ પહેંલા બળદેવભાઈ વી. ઝાલાએ કરી હતી. બળદેવભાઈને સપનામાં માતાજી આવ્યા હતા અને જુદા પ્રકારનું મંદિર બનાવવાનું કહ્યું હતુ. મારું એવું અલગ મંદિર બનાવ જે સૌથી અલગ મંદિર હોય. ત્યારે બળદેવભાઈ એ તેના ધર્મપત્ની કમુબેન અને તેના પુત્રો ભાસ્કરભાઈ, નિપુલભાઈ તથા ભાવેશભાઈ, ઘરના સભ્યોને વાત કરી છતા તેમને મંદિર વીશે કઇ જ જુદો વિચારના આવ્યો. ત્યારે માતાજીએ સપનામાં આવીને ફરીવાર તેમને ગરબા આકારનું મંદિર બનાવવાનું કહ્યું. અને બળદેવભાઇએ પરિવાર સાથે મળી ગરબા મંદિર બનાવ્યું.

વિશેષતા

આ ગરબા મંદિરની વિશેષતા એ છે કે, જેમ આપણે ગરબા મુકવા ઈંઢોણી મૂકીએ તેવા આકારમાં આખું મંદિર બનાવવામાં આવ્યું છે. ગરબામાં નીચે ઈંઢોણીની રચના હોય તેમ આ મંદિરના ગરબામાં ઈંઢોણીની રચના છે. 25 ફૂટ લંબાઈ અને 21 ફૂટ ઘેરાવનું મંદિર બંધાવવામાં આવ્યું છે. ગરબા માં 28 છિદ્રો આવેલા છે, ગરબા મંદિરમાં લોકો દર્શનાથે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે.

નવરાત્રિમાં ચુદડીનો માંડવો બનાવવામાં આવે છે

મંદિરના દર્શને આવતા દર્શનાથીઓની મનોકામના માતાજી પૂર્ણ કરે છે, શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે, અહી દર વર્ષે નવરાત્રિમાં ચુદડીનો માંડવો બનાવવામાં આવે છે. જેમાં નવરાત્રિ દરમિયાન હજારો લોકો દર્શનાથે આવે છે.