શ્રદ્ધાંજલિ/ અમિતાભ બચ્ચને પુનીત રાજકુમારને પાઠવી શ્રદ્ધાંજલિ, કહ્યું – દુ:ખ શબ્દોમાં…

પુનીત રાજકુમારને જીમમાં બે કલાકના વર્કઆઉટ બાદ છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ વિક્રમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં થોડા સમય બાદ તેમનું મૃત્યુ થયું હતું.

Entertainment
પુનીત રાજકુમારને

બોલીવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને જાણીતા કન્નડ અભિનેતા પુનીત રાજકુમારને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે કહ્યું કે પુનીતના અચાનક જવાથી તે આઘાતમાં છે. “અપ્પુ”, “વીરા કન્નડીગા” અને “મૌર્ય” જેવી ફિલ્મો માટે જાણીતા પુનીત રાજકુમારનું શુક્રવારે હાર્ટ એટેકના કારણે બેંગલુરુની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 46 વર્ષના હતા. પુનીત રાજકુમાર દિવંગત અભિનેતા રાજકુમારના પુત્ર હતા.

આ પણ વાંચો :મન્નતની બાહર શાહરુખના ચાહકોએ ઢોલ નગારા સાથે આર્યનનું કર્યું સ્વાગત

બિગ બીએ તેમના બ્લોગ પર એક પોસ્ટમાં, કહ્યું કે તેઓ તેમના બે નજીકના મિત્રો – પુનીત અને એક પારિવારિક મિત્રના નિધનથી ખૂબ જ દુઃખી છે. તેમણે લખ્યું, “આજે બે નજીકના પ્રિયજનોનું અવસાન થયું. વેદનાને શબ્દો વર્ણવી શકતા નથી. એકના સમાચાર ખૂબ જ ચોંકાવનારા છે.

પુનીત રાજકુમારની આંખો

તેમણે લખ્યું, “કન્નડ સિનેમાના દિગ્ગજ રાજકુમારના નાના પુત્ર પુનીત રાજકુમારનું આજે નિધન થયું છે. તે માત્ર 46 વર્ષના હતા અને અમે બધા તેનાથી ખૂબ જ આઘાતમાં છીએ. રાજકુમારનો પરિવાર હંમેશા ખૂબ નજીક રહ્યો છે. મારી પ્રાર્થના અને સંવેદના.” બચ્ચને બ્લોગમાં જણાવ્યું હતું કે મૃત્યુ પામનાર અન્ય નજીકના પરિવારના મિત્રની માતા હતા.

આ પણ વાંચો :મલાઈકા અરોરાએ ક્યુટ એક્સપ્રેશન્સ સાથે વિડીયો શેર કરતાં ચાહકોએ કહ્યું, બ્યૂટી ક્વિન છો

ડોકટરોએ જણાવ્યું કે પુનીત રાજકુમારને જીમમાં બે કલાકના વર્કઆઉટ બાદ છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ વિક્રમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં થોડા સમય બાદ તેમનું મૃત્યુ થયું હતું.

પુનીત

પીએમ નરેન્દ્ર મોદી, કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈ, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન અને કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન સહિત અનેક લોકોએ પુનીતને શ્રદ્ધાંજલિ આપી હતી.

પુનીતના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમમાં રાખવામાં આવ્યો છે. જ્યાં ચાહકોની લાંબી લાઈનો જોવા મળે છે. ફેન્સ તેમના ફેવરિટ સ્ટારની છેલ્લી ઝલક જોવા માટે ત્યાં જઈ રહ્યા છે.

આ પણ વાંચો :આર્યન ખાનને જામીન મળ્યા બાદ SRKના કો સ્ટાર પિયુષ મિશ્રાનું મોટું નિવેદન, કહ્યું-પોતાના બાળકોને..

આ પણ વાંચો : નિધન બાદ પણ પુનીત રાજકુમારની આંખો જોતી રહેશે દુનિયા, પિતાએ પણ કર્યું હતું નેત્રદાન

આ પણ વાંચો :આર્યન ખાન થોડીવારમાં જેલમાંથી આવશે બહાર,શાહરૂખ રિસીવ કરવા પહોચ્યા