Not Set/ LIVE : મન્નતની બાહર શાહરુખના ચાહકોએ ઢોલ નગારા સાથે આર્યનનું કર્યું સ્વાગત

આર્યન ખાનની મુક્તિ માટેના દસ્તાવેજો શનિવારે સવારે 5.30 વાગ્યે જામીન લેટર બોક્સમાં મૂકવામાં આવ્યા હતા. આ સાથે પેપરવર્ક પૂર્ણ થયું છે. આ પછી આર્યન ખાન થોડા જ કલાકોમાં જેલમાંથી છૂટી ગયો છે.

Top Stories Entertainment
આર્યન ખાન

આર્યન ખાનને મુંબઈ ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસમાં 28 દિવસની જેલવાસ બાદ તેને શનિવારે આર્થર રોડ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. આર્યન ખાનની મુક્તિ માટેના દસ્તાવેજો શનિવારે સવારે 5.30 વાગ્યે જામીન લેટર બોક્સમાં મૂકવામાં આવ્યા હતા. આ સાથે પેપરવર્ક પૂર્ણ થયું છે. આ પછી આર્યન ખાન થોડા જ કલાકોમાં જેલમાંથી છૂટી ગયો છે. આર્થર રોડ જેલના બોક્સમાં સમયસર જામીનના કાગળો ન મળવાને કારણે શુક્રવારે તેને મુક્ત કરી શકાયો ન હતો. હવે આર્થર રોડ જેલની જામીન પેટી સવારે 5:30 વાગ્યે ખુલી હતી.

આ પણ વાંચો :આર્યન ખાનને જામીન મળ્યા બાદ SRKના કો સ્ટાર પિયુષ મિશ્રાનું મોટું નિવેદન, કહ્યું-પોતાના બાળકોને..

LIVE UPDATE

LIVE UPDATE 11:40  

હાલ આર્યન ખાન તેના ઘર મન્નતની અંદર પહોંચી ગયો છે. જ્યારે તેને તેની મોટા ગૌરી ખાન અને ભાઈ- બહેનને મળશે.

LIVE UPDATE 11:36 

આર્યન ખાન હાલ મન્નત પહોંચી ગયો છે. મન્નતની બહાર ઢોલ નગારા સાથે આર્યનનું કર્યું સ્વાગત કરવામાં આવ્યું છે.

શાહરુખ ખાન અને આર્યન ખાન એક જ કારમાં બેસીને મન્નત પહોંચ્યા છે.

LIVE UPDATE 11:04

શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન જેલમાંથી મુક્ત થયો છે. પિતા શાહરૂખ ખાન પોતે તેને લેવા આર્થર રોડની બહાર આવ્યા હતા.

LIVE UPDATE 10:45

મુંબઇની આર્થર રોડ જેલમાં આર્યન ખાનની જામીનની કાર્યવાહી પૂર્ણ થઇ ગઇ છે. બચાવ પક્ષના વકીલ અમિત દેસાઇ જેલમાં હાજર છે. 28 દિવસ બાદ આર્યન ખાન જેલમાંથી છૂટી ગયો છે.

LIVE UPDATE 10:58

આર્યન ખાનને લેવા શાહરૂખ ખાનની કાર આર્થર રોડ જેલ પહોંચી હતી. શાહરૂખ ખાનનો ખાનગી સુરક્ષા ગાર્ડ રવિ સિંહ કારમાંથી નીચે ઉતર્યો અને આર્થર રોડ જેલમાં પ્રવેશ કર્યો.

આર્યન ખાનના જામીનના કાગળો સવારે 5:30 વાગ્યે જેલ બોક્સમાં જમા કરવામાં આવ્યા હતા અને જેલ મેન્યુઅલ પ્રક્રિયાના થોડા કલાકો પછી આર્યન ખાન આર્થર રોડ જેલમાંથી બહારઆ આવ્યો છે. આર્થર રોડના જેલ અધિક્ષકે શુક્રવારે મોડી સાંજે એનડીટીવીને જણાવ્યું કે જામીન પેટી બંધ કરી દેવામાં આવી છે અને હવે તે સવારે જ ખુલશે. નિયમો દરેક માટે સમાન છે અને આવતીકાલે જ બધુ  શક્ય બની શકે છે.

આ પણ વાંચો :નિધન બાદ પણ પુનીત રાજકુમારની આંખો જોતી રહેશે દુનિયા, પિતાએ પણ કર્યું હતું નેત્રદાન

આર્થર રોડ જેલના સુપ્રિટેન્ડન્ટ નીતિન વાયચાલે કહ્યું “અમને આર્યન ખાનનો રિલીઝ ઓર્ડર મળી ગયો છે. તેને મુક્ત કરવાની પ્રક્રિયા એક-બે કલાકમાં પૂરી થઈ જશે.”આર્થર રોડ જેલના સુપ્રિટેન્ડન્ટ નીતિન વાયચાલે કહ્યું “અમને આર્યન ખાનનો રિલીઝ ઓર્ડર મળી ગયો છે. તેને મુક્ત કરવાની પ્રક્રિયા એક-બે કલાકમાં પૂરી થઈ જશે.”

આર્યન ખાનને 1 લાખના જામીન પર જમાનત મળી છે. જામીન દરમિયાન તેમણે ડ્રગ્સ કેસના આરોપીઓ સાથે સંપર્ક કરવાની પરવાનગી રહેશે નહી. તે સાક્ષીઓને પ્રભાવિત કરશે નહી. આર્યન ખાનને દર શુક્રવારે NCB સામે સવારે 11 થી 2 વાગ્યા વચ્ચે હાજર થવું પડશે. NCB ના બોલાવતાં આર્યન ખાનને તપાસમાં જોડાવવું પડશે. કોર્ટની દરેક તારીખ પર હાજરી જરૂરી રહેશે. શરતોના ઉલ્લંઘન પર જામીન રદ થઇ શકે છે.

આ પણ વાંચો :આર્યન ખાન થોડીવારમાં જેલમાંથી આવશે બહાર,શાહરૂખ રિસીવ કરવા પહોચ્યા

જણાવી દઈએ કે, બોલિવુડ એક્ટ્રેસ જૂહી ચાવલા આર્યન ખાન તરફથી જામીન બની હતી. તેણે કોર્ટમાં આર્યનના જામીન સંબંધિત દસ્તાવેજો પર સહી કરી હતી. આર્યનને હાઈકોર્ટે 1 લાખ રૂપિયાના બોન્ડ પર શરતી જામીન આપ્યા છે. આર્યનના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું હતું કે, જૂહી આર્યનને બાળપણથી ઓળખે છે અને પ્રોફેશનલી પણ તેની સાથે જોડાયેલી છે. ત્યારબાદ જજે જૂહીને આર્યનના જામીન તરીકે સ્વીકૃતિ આપી હતી. તો ફોર્માલિટી પૂરી કર્યા બાદ કોર્ટની બહાર જૂહીએ આર્યન જેલની બહાર આવી રહ્યો હોવાની ખુશી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો :પીઢ અભિનેતા યુસુફ હુસૈનનું નિધન,દિલ ચાહતા હૈ સહિત અનેક હિટ ફિલ્મમાં કામ કર્યુ હતું