Political/ અમિત શાહ શ્રીલંકા અને નેપાળમાં પણ ભાજપ સરકાર બનાવવા માંગે છે : ત્રિપુરાના સીએમ બિપ્લબ દેબે

અમિત શાહ શ્રીલંકા અને નેપાળમાં પણ ભાજપ સરકાર બનાવવા માંગે છે : ત્રિપુરાના સીએમ બિપ્લબ દેબે

India Trending

ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેબે ફરી એક અજીબોગરીબ નિવેદન આપ્યું છે. રાજ્યની રાજધાની અગરતલામાં ભાજપના એક કાર્યક્રમમાં બિપ્લબ દેબે કહ્યું કે તેમની પાર્ટી દેશમાં જ નહીં પરંતુ પાડોશી દેશોમાં પણ સરકાર બનાવવાની યોજના ધરાવે છે. બિપ્લબ દેબે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહની નેપાળ અને શ્રીલંકામાં પણ સરકાર બનાવવાની યોજના છે.

બિપ્લબ દેબે કહ્યું કે તત્કાલીન ભાજપ અધ્યક્ષ રહેલા અમિત શાહે એક બેઠક દરમિયાન ભારતના તમામ રાજ્યોમાં જીત્યા બાદ ‘વિદેશી દેશો’ માં જીતવાની યોજના વિશે જણાવ્યું હતું.

બિપ્લબ દેબે કહ્યું, ‘અમે રાજ્યના અતિથિગૃહમાં વાત કરી રહ્યા હતા ત્યારે અજય જામવાલ (ભાજપના ઉત્તર પૂર્વ ઝોનલ સેક્રેટરી) એ કહ્યું કે ઘણા રાજ્યોમાં ભાજપે સરકાર બનાવી છે. તેના જવાબમાં અમિત શાહે કહ્યું કે હવે શ્રીલંકા અને નેપાળ બાકી છે. આપણે નેપાળ અને શ્રીલંકામાં પાર્ટીનો વિસ્તાર કરવો પડશે અને ત્યાં સરકાર બનાવવા માટે જીત મેળવવી પડશે.

બિપ્લબ દેબે અમિત શાહના નેતૃત્વની પ્રશંસા કરી. તેમણે એમ પણ કહ્યું હતું કે કેરળમાં કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચે સત્તા સ્થાનાંતરણના વલણમાં ભાજપ ટૂંક સમયમાં બદલાવ લાવશે અને દક્ષિણ રાજ્યોમાં પણ જીત મેળવશે.

તમને જણાવી દઈએ કે બિપ્લબ દેબ ઘણીવાર કોઈ વિચિત્ર નિવેદન આપીને હેડલાઇન્સમાં રહે છે. અગાઉ વર્ષ 2018 માં જ તેમણે કહ્યું હતું કે મહાભારત દરમિયાન ઇન્ટરનેટ અને સેટેલાઇટ સંદેશાવ્યવહાર પણ હાજર હતા. તેમના નિવેદનને લઈને તે ખૂબ ટ્રોલ થયા હતા.

Jammu / પુલવામા હુમલાની વરસી પર ટળ્યો મોટો આતંકી હુમલો, બસ સ્ટેન્ડમાંથી મળ્યો 7 કિલો lED

covid19 / વિશ્વભરમાં 10.93 કરોડથી વધુ ચેપગ્રસ્ત, કુલ મૃત્યુઆંક 24 લાખને પાર

બેંગ્લોર / વેલેન્ટાઇન ડે પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન…

Accident / જલગાંવમાં મધરાતે ટ્રક પલટી, 2 બાળકો સહીત 15 શ્રમિકોનાં કરૂણ મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ