ગુજરાતમાં ચોમાસુ વિધિસર શરૂ થઇ ગયું છે,રવિવારે સાંજે અમદાવાદ શહેર સહિત રાજ્યમાં અતિભારે વરસાદ ખાબક્યો હતો ,જેના લીધે અનેક તાલુકા પ્રભાવિત થયા છે. રાજ્યના 218 તાલુકામાં વરસાદ પડ્યો છે. વરસાદને કારણે અનેક જગ્યાએ લોકોના ઘરમાં પાણી ભરાયા છે. ઘણી જગ્યાએ રસ્તાનું ધોવાણ થયું છે. ભારે વરસાદને કારણે લોકોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારે સત્વરે કલેકટરની તાકીદે બેઠક કરી હતી અને આ વરસાદની પરિસ્થિતિમાં તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

રાજ્યના તમામ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 218 તાલુકામાં વરસાદ પડ્યો છે. અમદાવાદમાં પણ ગત રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. તો રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે અનેક મુશ્કેલી પડી હતી.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરવામાં આવે તો ડાંગ, નવસારી જિલ્લામાં સરેરાશ 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તાપી જિલ્લામાં પણ છ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. ખેડાના નડિયાદમાં 5.5 ઈંચ વરસાદ થયો હતો. પંચમહાલના ગોધરામાં પાંચ ઈંચથી વધુ વરસાદ થયો હતો. છેલ્લા 24 કલાકમાં 218 તાલુકામાં વરસાદ થયો છે. રાજ્યમાં સામાન્યથી લઈને કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. છોડાઉદેપુર, પંચમહાલ, છોડાઉદેપુર, ડાંગ, અમદાવાદ, નવસારી, વલસાડ, ખેડા, જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 21.5 ઈંચ, પાવી જેતપુરમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. છોટાઉદેપુરમાં 9 ઇંચ વરસસ્યો હતો. જિલ્લાના નદી-નાળાઓ છલકાઈએ ગયા હતા. હજારો લોકોના ઘરમાં પાણી ભરાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
