ગુજરાતના સૌથી મોટા મહાનગર કહેવાતા એવા અમદાવાદમાં કોરોના વાયરસના કારણે હાહાકર મચી ગયો છે અને આ વાયરસના કારણે લોકો પહેલેથી જ પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે આ વચ્ચે અમદાવાદમાંથી એક મોટી ઘટના સામે આવી છે. આ ઘટના અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીને લઈને છે, જ્યાં નદીમાંથી 2 મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ, સાબરમતી નદીમાંથી મળેલા મૃતદેહ એક મહિલા-બાળકનો છે. આ બંને મૃતદેહ ગાંધી બ્રિજ નીચે નદીમાં તરતી હાલતમાં મળ્યા હતા. જો કે તેઓના મોત કેવી રીતે થયા તે અંગે કોઈ આધારભૂત પુરાવા મળ્યા નથી.
આ પણ વાંચો :હાઇકોર્ટમાં સુઓમોટો અરજી પર રાજ્ય સરકારનું 61 પાનાનું સોગંદનામુ , આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આપ્યો
બીજી તરફ આ નદીમાંથી મૃતદેહ મળી આવાની જાણ ફાયર વિભાગે સ્થાનિક પોલીસને કરી હતી, ત્યારબાદ ફાયર રેસ્ક્યુ ટીમે મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે અને સાથે સાથે પોલીસ દ્વારા પણ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો :એમ્બ્યુલન્સની લાઈન થતાં નિયત પ્રક્રિયાનો ભંગ ન કરી શકાય : સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.જે.વી.મોદી
આ પણ વાંચો :અહીં નાનકડા શહેરમાં મહિલાઓ આર્થિક ઉપાર્જન માટે કરે છે આવી નોકરી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
