વડોદરા/ મહીસાગર નદીમાં ન્હાવા પડેલા બે તબીબી વિદ્યાર્થીઓનું ડૂબી જતાં મોત

વડોદરાની એસએસજી હોસ્પિટલના મેડિકલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 12 વિદ્યાર્થીઓ રસૂલપુર ગામે પિકનિક કરવા ગયા હતા.

Top Stories

વડોદરા જિલ્લાના સાવલીના રસુલપુર ખાતે મહીસાગર નદીમાં ડૂબી જવાથી 2 તબીબી વિદ્યાર્થીઓના મોત થયા છે. વડોદરા મેડિકલ કોલેજના 12 તબીબોનું ગ્રુપ રસુલપુર ખાતે નદીમાં નહાવા ગયું હતું. દરમિયાન 3 તબીબી વિદ્યાર્થીઓ નદીમાં તણાયા હતા. જો કે ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા.3 વિદ્યાર્થીઓ પૈકી એક તબીબી વિદ્યાર્થીનો જીવ ગ્રામજનોએ બચાવ્યો હતો. જ્યારે આ ઘટનામાં મેડિકલ કૉલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીનું મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર,વડોદરાની એસએસજી હોસ્પિટલના મેડિકલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 12 વિદ્યાર્થીઓ રસૂલપુર ગામે પિકનિક કરવા ગયા હતા. વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ તેઓ નીકળ્યા હતા. જ્યાં તમામ વિદ્યાર્થીઓ નદીમાં ન્હાવા ગયા હતા. આ દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો અને તેમાં ત્રણ વિદ્યાર્થીઓ પાણીમાં તણાયા હતા.

આ પણ વાંચો :વલસાડમાં પતિએ જ પત્નીને ચાકુના ઘા મારી ઉતારી મોતને ઘાટ, 2 બાળકોએ ગુમાવી માતા

બીજા અનેક વિદ્યાર્થીઓ પણ પાણીમાં ખેંચાયા હતા. પરંતુ પાણીમાં દૂર સુધી ગયેલા વિદ્યાર્થીઓ અમોડ ગોયલ અને સિદ્ધિ શાહનું પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટના બાદ અન્ય વિદ્યાર્થીઓએ તાત્કાલિક ગ્રામજનોને મદદ માટે બોલાવ્યા હતા. ગ્રામજનોએ બંને વિદ્યાર્થીઓના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા. તેમજ એક વિદ્યાર્થીનોજીવ ગામલોકોએ બચાવી લીધો હતો.

પરંતુ તેમાંથી આ બે વિદ્યાર્થીઓ ઉંડે સુધી પાણીનાં વહેણમાં ખેંચાયા હતા. હાલ આ સમાચારથી આખી તબીબી કોલેજમાં ચકચાર મચી ગઇ છે. આ સમાચાર વાયુવેગે પ્રસરી રહ્યાં છે.

આ પણ વાંચો : મોટા ભાઈના પ્રેમપ્રકરણના ઝઘડામાં વચ્ચે પડતા નાના ભાઈનો ગયો જીવ

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ વિદ્યાર્થીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો અને સાથે ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. જેના પગલે રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને વિદ્યાર્થીઓની શોધખોળ શરુ કરી હતી. બે વિદ્યાર્થીઓના મોતથી પરિવરામાં આક્રંદ છવાયો હતો.

આ પણ વાંચો :પાટડીમાં 97માં વર્ષે રથયાત્રા સ્થગિત : મંદિરથી તળાવ સુધી જલયાત્રા નીકળશે