રાજ્યમાં એક પછી એક સતત હત્યાના બનાવ બની રહ્યા છે. ત્યારે આવામાં વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં એક પતિએ પોતાની પત્નીની ચાકુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી છે. આ ઘટનાની બનવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
આપને જણાવી દઈએ કે, વલસાડના ઉમરગામ તાલુકાના ફણસા ગામના મિટનાવાડમાં રહેતા પુનિત મિટના નામના ઇસમે પોતાની પત્ની મમતા મિટના પર ચાકુથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા પત્નીનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે. જ્યારે પતિ આ હૂમલો કરી ફરાર થઈ ગયો છે. મૃતક મમતા 2 સંતાનોની માતા હતી.

આ પણ વાંચો :મોટા ભાઈના પ્રેમપ્રકરણના ઝઘડામાં વચ્ચે પડતા નાના ભાઈનો ગયો જીવ
પુનિત અને મમતાનું લગ્ન જીવન માત્ર 4 વર્ષ જ ચાલ્યું હતું. છેલ્લા છ વર્ષથી પુનિત અને મમતા એકબીજાથી અલગ રહેતા હતા. બંને વચ્ચે મનમેળ ન હોવાના કારણે મમતા પોતાના પિતાના ઘરે રહે જ રહેતી હતી. બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી કોઈ બોલચાલનો સંબંધ ન હતો. તેનો પતિ પુનિત ફણસા ગામમાં જ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો.

પિયરે રહેલી પત્નીને પરત લઈ જવા પુનિત અવારનવાર તેના સાસરે આવતો હતો.જો કે તે બાદ મમતાના પિતા તેમની દિકરીને ફરી દોજખ માં નાખવા માંગતા ના હોય તેમણે મમતાને તેમના પતિ સાથે મોકલી નહોતી એટલે ગુસ્સે ભરાયેલા પુનિતે ગુરુવારે સાંજે મમતાને મળવા બોલાવી તેના પેટ, છાતી અને ગળા ના ભાગે ચાકુથી હુમલો કરી ફરાર થઈ ગયો હતો. જેમાં ઘાયલ મમતાને સારવાર માટે પહેલા ભિલાડ અને તે બાદ વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ હતું.
આ પણ વાંચો :પાટડીમાં 97માં વર્ષે રથયાત્રા સ્થગિત : મંદિરથી તળાવ સુધી જલયાત્રા નીકળશે
ઉમરગામના ફણસામાં પતિ-પત્નીના ઝઘડામાં પત્ની મમતાનું મોત થવાથી ઉમરગામ પોલીસ હરકતમાં આવી હતી. ઉમરગામ પોલીસે આરોપી પતિ પુનિતને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી પોતે રિક્ષાચાલક હોવાથી ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પોલીસે બાતમીદારો અને મોબાઇલ નેટવર્ક સક્રિય કરી ભાગેડુ પતિને તાત્કાલિક આપવા વિવિધ ટીમો બનાવી છે.

મમતા અને પુનિતના આ વિવાદમાં હાલ મમતાનું મોત થયું છે અને પતિ પુનિત હાલ ફરાર છે. જેના કારણે દંપતીના બંને બાળકો નોંધારા બન્યા છે. પરિવારે ખૂની પતિને પુનિતને તાત્કાલિક ઝડપી લેવા માંગ છે. તો ઉમરગામ પોલીસ પણ ફરાર પતિ પુનિતને ઝડપવા ટીમો બનાવી છે.
આ પણ વાંચો :શોલે ફિલ્મ જેવી સ્ટોરીના સર્જાયેલા ઉત્તેજનાભર્યા દ્રશ્યોનો સુખદ અંત
