વડોદરા/ કોર્પોરેશન દ્વારા પરીક્ષાનાં નામે ઉઘરાવાયા રૂ.4.73 કરોડ : પરીક્ષા નહીં તો પૈસા ક્યાં?

બેરોજગાર યુવાનો સાથે સોફેસ્ટીકેટેડ ઠગાઈ

Top Stories Gujarat Vadodara
વડોદરા

વડોદરા શહેરમાં ભ્રષ્ટાચાર માટે જાણીતું કોર્પોરેશન તંત્ર દ્વારા છેલ્લા દસ વરસમાં બેરોજગારો પાસેથી ભરતીનાં બહાને રુ. 4.73 કરોડ ઉઘરાવી લીધા પરંતુ ઉમેદવારોની ભરતી પ્રક્રિયાનું આયોજન કર્યું જ નથી. કોર્પોરેશન તંત્ર

વડોદરા કોર્પોરેશન દ્વારા છેલ્લા દસ વર્ષમાં વિવિધ વિભાગોમાં ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં અનેક બેરોજગારોએ નોકરી મેળવવા માટે રસ દાખવી અરજીની સાથે ફીની રકમ જમા કરાવી હતી પરંતુ કોર્પોરેશન દ્વારા ઉમેદવારોની ભરતી નહીં કરી રૂપિયા 4.73 કરોડની ફી જમા કરી લીધી હોવાની વિગતો માહિતી અધિકાર હેઠળ સામે આવી છે. સામાજિક કાર્યકરે કોર્પોરેશન દ્ધારા ઉમેદવારોની ભરતી કરવામાં આવે અથવા બેરોજગારોને ફીનાં નાણા પરત કરવામાં આવે તેવી માગ કરી હતી.

આરટીઆઇ એક્ટિવિસ્ટએ માંગેલી માહિતીમાં વડોદરા કોર્પોરેશન તરફથી માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ માહિતી આપવામાં આવી હતી જેમાં છેલ્લા દસ વર્ષમાં ભરતી કરવા માટે પાલિકાએ મંગાવેલી અરજી પેટે રૂપિયા 4.73 કરોડ જમા થયા છે. એક તરફ શિક્ષિત યુવાનો રોજગારી માટે ભટકી રહ્યા છે અને સારી નોકરી મળે તે માટે પ્રયાસો કરી રહ્યા છે તો બીજી તરફ કોર્પોરેશન દ્વારા ભરતી નહીં કરી બેરોજગાર યુવાનોને અન્યાય કરવામાં આવે રહ્યો છે. બેરોજગાર યુવાનો ફીનાં રૂપિયા વડોદરા કોર્પોરેશન અન્ય કામગીરી માટે ખર્ચ કરી રહ્યું છે. માહિતી અધિકાર હેઠળ કઈ ભરતીનાં કેટલા બેરોજગાર યુવાનોએ ફોર્મ ભર્યા કેટલી ફી વસુલી છે. તેની કોઇ જાણકારી આપવામાં આવી ન હતી. સૌથી વધુ રકમ રૂપિયા 3.08 કરોડ 2020-21ની ભરતી પ્રક્રિયા દરમિયાન કોર્પોરેશનના જમા થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

આ પણ વાંચો : સિહોર તાલુકા પંચાયત કચેરી છે કે બાવાખાનું? ક્યારે બનશે અદ્યતન? જમીન પર રખાય છે બોર્ડ