Mumbai News: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મોટા કોકિલાબેન અંબાણીને આજે સવારે HN રિલાઇન્સ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી છે .
અહેવાલો અનુસાર, ઉદ્યોગપતિ મુકેશ અને અનિલ અંબાણીના 91 વર્ષીય માતા કોકિલાબેન અંબાણીને શુક્રવારે સવારે મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. તેઓ રિલાયન્સના સ્વર્ગસ્થ સ્થાપક ધીરુભાઈ અંબાણીના વિધવા છે.
અંબાણી પરિવારનો કાફલો દક્ષિણ મુંબઈની એક હોસ્પિટલમાં પહોંચતો જોવા મળે છે, જે તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરે છે.
હોસ્પિટલમાં થતી સારવાર
હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ, તેમના સ્વાસ્થ્યની સ્થિતિ વિશે વિગતવાર માહિતી આપી નથી, પરંતુ તેમની ઉંમરે સ્થિતિની ગંભીરતા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
અંબાણી પરિવાર તરફથી હજી સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી, પરંતુ સૂત્રોનું કહેવું છે કે કોકિલાબેનને નિયમિત હેલ્થ ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે.
આ પણ વાંચો:દિલ્હીના કરોલ બાગમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટનામાં 3ના મોત, 14 ઘાયલ
આ પણ વાંચો:દિલ્હીના રાજેન્દ્રનગરમાં દુર્ઘટના, વરસાદના પાણી ભરાવાથી UPSCનાં 3 આશાસ્પદ વિદ્યાર્થીઓનાં મોત
આ પણ વાંચો:દિલ્હી એરપોર્ટની દુર્ઘટનાના લીધે અમદાવાદ એરપોર્ટ પર બે ફ્લાઇટ રદ, મુસાફરો રઝળ્યા
