નિધન / ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા ચંદ્રકાંત પંડયાનું 78 વર્ષે નિધન

.અભિનેતા ચંદ્રકાંત પંડ્યા 78 વર્ષની વયે અવસાન પામ્યા છે. તેમનું અંતિંમ સંસ્કાર મુંબઇ ખાતે આવતીકાલે કરવામાં આવશે.       

દિગ્ગજ અભિનેતા ચંદ્રકાંત પંડયાનું ટુંકી બિમારી બાદ નિધન થયું છે,તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં કર્યો છે અભિનય ,તેમના નિધનથી તેમના ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે .અભિનેતા ચંદ્રકાંત પંડ્યા 78 વર્ષની વયે અવસાન પામ્યા છે. તેમનું અતિંમ સંસ્કાર મુંબઇ ખાતે આવતીકાલે કરવામાં આવશે.

ચંદ્રકાંત પંડયાનું ગુજરાતી ફિલ્મમાં યોગદાન સવિશેષ રહ્યો છે. તેમને માનવીની ભવાઇ ફિલ્મ માટે રાષ્ટ્રીય એવાર્ડ મળ્યો હતો,ગુજરાતી ફિલ્મ જગતમાં 100 થી વધુ ફિલ્મો, ગુજરાતી ટેલિવિઝનની સામાજિક, ધાર્મિક સિરિયલોમાં કામ કરતાં પીઢ અભિનેતા ચંદ્રકાન્ત પંડ્યાનો જન્મ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ગામે 1-1-1946ના રોજ થયો હતો. તેમના પિતા મગનલાલ પંડ્યા ધંધાર્થે મુંબઈ ખાતે સ્થાઈ થયા હતા. ચંદ્રકાન્ત પંડ્યાને બાળપણથી જ નાટકોમાં રસ હતો. બીએ સુધી અભ્યાસ કર્યા બાદ મુંબઈમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીએ નાટકોમાં કામ કરવાની તક અપાવી હતી. જ્યાંથી તેમની કારકિર્દીની શરૂઆત થઈ હતી. અને કાદુ મકરાણી ફિલ્મથી બ્રેક મળ્યા બાદ તેઓએ અભિનયમાં પાછું વળીને જોયું નથી. ગુજરાતી ફિલ્મ ઉધોગના 70 થી 90ના સમયગાળામાં જ્યારે સુવર્ણકાળ હતો

વિવિધ ભૂમિકાઓ ભજવી ચંદ્રકાન્ત પંડ્યા (બાબલા)એ પોતાનો એક આગવો દર્શક વર્ગ ઉભો કર્યો હતો. જુવાનીના ઝેર ફિલ્મમાં હીરો તરીકે તો મહિયરની ચૂંદડી, શેઠ જગડુંશા, ભાદર તારા વહેતા પાણી, સોનબાઈની ચૂંદડી, પાતળી પરમાર સહિત 100 થી વધુ ફિલ્મો, રામાયણ સહિતની સિરિયલોમાં કામ કરી ખૂબ જ લોકપ્રિયતા હાંસલ કરી છે. ચંદ્રકાન્ત પંડ્યાએ જુદા જુદા સાત જેટલા એવોર્ડ પણ મેળવ્યા છે. શોલે ફિલ્મના ગબ્બર અમજદખાન તેમના ગાઢ મિત્ર હતા.

 

 

 


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment