સ્વીડનમાં હિંસા/ કુરાન સળગાવ્યું અને થયું હુલ્લડ : સ્થિતિ અત્યંત નાજુક

દક્ષિણપંથી સ્ટ્રોમ કુર્સ પાર્ટીના નેતા ડેનિશ-સ્વીડિશ અને રાજનેતા રસ્મસ પાલુદન દ્વારા રેલીઓ યોજયા બાદ સ્વીડનમાં તણાવ વધવા લાગ્યો હતો.

Top Stories World
સ્વીડન

સ્વીડન માં ઈસ્લામ ધર્મના પવિત્ર પુસ્તક કુરાનની પ્રતિઓને સળગાવવાના આવી છે. પવિત્ર ધર્મગ્રંથની પ્રતોને આગ ચાંપવામાં આવતા સ્વીડનમાં હુલ્લડ ફાટી નીકળ્યા છે. જે લોકોની લાગણી દૂભાઈ છે તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે અને સ્વીડનના અનેક દેશોમાં પોલીસ તેમજ નાગરિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ રહી છે. આ ઘટનામાં અનેક શહેરોમાં પ્રતિક્રિયા જોવા મળી રહી છે. વિરોધ કરનારાઓએ અનેક શહેરોમાં વાહનોને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. વડાપ્રધાન મેગ્ડેલેના એન્ડરસને હિંસાની આકરી ટીકા કરતા શાંતિ જાળવા માટે અપીલ કરી છે. હિંસક ઘટનામાં ઓછામાં ઓછા 40 લોકોને ઈજા પહોંચી છે.

મળતી વિગત અનુસાર બનવાની ઘટના એવી હતી કે દક્ષિણપંથી સ્ટ્રોમ કુર્સ પાર્ટીના નેતા ડેનિશ-સ્વીડિશ અને રાજનેતા રસ્મસ પાલુદન દ્વારા રેલીઓ યોજયા બાદ સ્વીડનમાં તણાવ વધવા લાગ્યો હતો. રસ્મસે દાવો કર્યો હતો કે તેમણે કુરાનની એક પ્રતિને સળગાવી હતી અને ફરી વખત તેમ કરવા ઈચ્છે છે. ત્યારબાદ દેશમાં ભારે વિરોધ પ્રદર્શન થવા લાગ્યો અને અશાંતિ ફેલાવા લાગી. રસ્મસ પાલુદન સ્વીડનના એક વકીલ છે, જેમની પાસે સ્વીડનની નાગરિકતા છે. વર્ષ 2017માં તેમણે સ્ટ્રેમ કુર્સ પાર્ટીની સ્થાપના કરી હતી, જે બિનનિવાસીઓના વિરોધ તથા ઈસ્લામ વિરોધી એજન્ડા પર ચાલે છે. પાર્ટીની વેબસાઈટ પ્રમાણે તે ડેનમાર્કની એક દેશભક્ત પાર્ટી છે. વર્ષ 2019માં સ્વીડનમાં ચૂંટણીમાં પાલુદનની સ્ટ્રોમ કુર્સ પાર્ટીને ફક્ત 1.8 ટકા મત મળ્યા હતા અને એક પણ બેઠક મળી ન હતી. વર્ષ 2020માં અનેક ગુના હેઠળ એક મહિના માટે જેલની સજા થઈ હતી. એશિયા અને આફ્રિકાના અશાંત વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમો શરણાર્થી અને પીડિત તરીકે સ્વીડન સહિત યુરોપના અનેક દેશોમાં વસવાટ કર્યો. સરકારે પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી અને ધીમે ધીમે શરણાર્થી તરીકે આવેલા લોકો હવે ત્યાં નાગરિક બની ગયા. છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ અને વિરોધ પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. અનેક પોલીસ કર્માચારી આ ઘટનામાં ઈજાગ્રસ્ત થઈ ગયા. પોલીસે અત્યાર સુધીમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :અહી તમને રોજગાર મળશે : જાણો ક્યા ડોક્યુમેન્ટ સાથે રાખવા અને અન્ય તૈયારીઓ વિશે

મંતવ્ય