Technology/ સસ્તો થયો દુનિયાનો પહેલો 44MP OIS સેલ્ફી કેમેરાવાળો Vivo નો 5G સ્માર્ટફોન

જો તમે સૌથી પાતળો 5G સ્માર્ટફોન Vivo V21 5G ખરીદવા માંગો છો, તો તમારા માટે આ એક સારી તક હોઈ શકે છે. કારણ કે આ સ્માર્ટફોન તેની મૂળ કિંમતની તુલનામાં ખૂબ સસ્તો થઈ ગયો છે.

Tech & Auto

આજનાં સ્માર્ટફોનનાં સમયમાં લોકો સમયાંતરે પોતાનો સ્માર્ટફોન બદલતા રહે છે અને નવા મોબાઇલનો અનુભવ કરતા રહે છે. ત્યારે હવે વીવો તમારા માટે એક ખાસ ફિચર્સથી લેસ સ્માર્ટફોન સસ્તામાં આપી રહ્યો છે. જો તમે સૌથી પાતળો 5G સ્માર્ટફોન Vivo V21 5G ખરીદવા માંગો છો, તો તમારા માટે આ એક સારી તક હોઈ શકે છે. કારણ કે આ સ્માર્ટફોન તેની મૂળ કિંમતની તુલનામાં ખૂબ સસ્તો થઈ ગયો છે. ઓછી કિંમતવાળા આ સ્માર્ટફોન કંપનીની ઓફિશિયલ વેબસાઇટ Vivo.com અને ઈ-કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. જેમાં 44MP OIS નો સેલ્ફી કેમેરો એક વિશેષ સુવિધા તરીકે આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની સાથે ઘણી આકર્ષક ઓફર્સ પણ મેળવી શકાય છે.

Technology / શું તમે સ્માર્ટફોનના લોક સ્ક્રીન અથવા પેટર્ન ભૂલી ગયા છો? આ સરળ પ્રોસેસથી ફોનને અનલોક કરો

Vivo V21 5G હવે ખૂબ સસ્તા ભાવે ઉપલબ્ધ છે. યુઝર્સ તેના 8GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટને 29,990 રૂપિયાની કિંમતે ખરીદી શકે છે. જ્યારે તેનું 8GB + 256GB સ્ટોરેજ મોડેલ 32,990 રૂપિયામાં ઉપલબ્ધ થઈ રહ્યું છે. તેના સ્માર્ટફોનની ખરીદી પર ઘણી આકર્ષક ઓફર પણ આપવામાં આવી રહી છે. જો તમે તેને ખરીદવા માટે એચડીએફસી બેંકનો ઉપયોગ કરો છો, તો તમને 3,000 રૂપિયાનાં વધારાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ સિવાય નો કોસ્ટ ઇએમઆઈ વિકલ્પ પણ આપવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, Vivo V21 5G માં આપવામાં આવેલા ફીચર્સ વિશે વાત કરીએ તો, આ Mediatek Dimensity 800U પ્રોસેસર પર કામ કરે છે અને તેમાં 6.4 ઇંચનું E3 એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવેલ છે. જે 90Hz રિફ્રેશ રેટ અને HDR10 + સપોર્ટ સાથે આવે છે. એન્ડ્રોઇડ 11 આધારિત Funtouch OS પર આધારીત, આ સ્માર્ટફોનમાં બે સ્ટોરેજ વેરિઅન્ટ્સ છે જેને માઇક્રોએસડી કાર્ડની મદદથી 1TB સુધી વધારી શકાય છે.

Alert! / આજે રાત્રે 12:00 થી 14 કલાક સુધી નહીં મળે નાણાકીય લેણદેણ સંબંધિત આ સુવિધા, જલ્દીથી પતાવો કામ

Vivo V21 5G માં પાવર બેકઅપ માટે 4000 એમએએચની બેટરી આપવામાં આવેલી છે. ફોનમાં યુઝર્સને વીડિયો કોલિંગ અને સેલ્ફીની સુવિધા માટે 44 MP નો પહેલો OIS ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. વળી તેમાં ફોટોગ્રાફી માટે ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનનું પ્રાથમિક સેન્સર 64 MP છે, જ્યારે 8 MP નું અલ્ટ્રા વાઇડ સેન્સર અને 2 MP નું માઇક્રો સેન્સર હાજર છે.