STATMENT/ વસીમ અકરમનું મોટું નિવેદન, ‘ODI ક્રિકેટ હવે જૂની થઈ ગઈ છે, તેને ખતમ કરી દેવી જોઈએ’

જ્યારથી ટી-20 ક્રિકેટ અસ્તિવમાં આવી છે ત્યારથી 50 ઓવરની વન-ડે ક્રિકેટમાં ક્રિરકેટ પ્રેમીઓનો રસ ઓછો થઇ રહ્યો છે.વન-ડે ક્રિકેટ  કરતા ટી-20 ખુબ લોકપ્રિય થઇ ગઇ છે

Top Stories Sports

વિશ્વમાં  ફુટબોલ બાદ  સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ છે,ભારતમાં તો ક્રિકેટ સૈાથી લોકપ્રિય અને તમામ જનરેશનની પસંદગીની રમત છે,પહેલાની જેમ ક્રિકેટમાં આમૂલ પરિવર્તન થયા છે ,જ્યારથી ટી-20 ક્રિકેટ અસ્તિવમાં આવી છે ત્યારથી 50 ઓવરની વન-ડે ક્રિકેટમાં ક્રિરકેટ પ્રેમીઓનો રસ ઓછો થઇ રહ્યો છે.વન-ડે ક્રિકેટ  કરતા ટી-20 ખુબ લોકપ્રિય થઇ ગઇ છે. અમેરિકામા પણ આ ક્રિકેટ પ્રત્યે હવે રૂચિ જોવા મળી રહી છે. વિશ્વના દિગ્ગજ અને પાકિસ્તાના ફાસ્ટ બોલર વસીમ કરમે વન-ડે ક્રિકેટને ખતક કરવાની વાત કરતા હવે આ ચર્ચા ટોક ઓફ ધ વર્લ્ડ બની છે.

પાકિસ્તાનના મહાન ફાસ્ટ બોલર વસીમ અકરમનું માનવું છે કે ODI ક્રિકેટ હવે જૂની થઇ ગઇ છે ,અને પ્રશાસકોએ તેને ખતમ કરી દેવી જોઈએ. અકરમે આ નિવેદન ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની ODI ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લીધા બાદ આપ્યું હતું. ત્યારથી 50 ઓવરના ક્રિકેટના અસ્તિત્વ વિશે ચર્ચાએ થઇ રહી છે, અને આ ચર્ચાએ જોર પકડ્યું છે. અકરમે વોન એન્ડ ટફર્સ ક્રિકેટ ક્લબ પોડકાસ્ટમાં કહ્યું, ‘મને લાગે છે કે વન-ડે ક્રિકેટ ખતમ થવી જોઈએ. ઈંગ્લેન્ડમાં સ્ટેડિયમો ભરેલા છે પરંતુ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકામાં ODI ક્રિકેટમાં સ્ટેડિયમ ખાલી છે. તેણે કહ્યું, ‘એક દિવસીય ક્રિકેટ માત્ર નામ માટે કરવામાં આવે છે. આ ફોર્મેટ હવે અપ્રચલિત થઈ ગયું છે.

અકરમે કહ્યું, ‘સ્ટોક્સનો વનડે ક્રિકેટ છોડવાનો નિર્ણય દુઃખદ છે પરંતુ હું તેની સાથે છું. કોમેન્ટેટર તરીકે પણ હવે વન-ડે ક્રિકેટ ખેંચાઈ રહ્યું છે. ખાસ કરીને T20ના આગમન પછી તમે ખેલાડીની હાલત સમજી શકો છો. 50 ઓવર ઘણી છે. તેણે કહ્યું, ‘ટી-20 ક્રિકેટ સરળ છે. ચાર કલાકમાં રમત સમાપ્ત. વિશ્વભરમાં ઘણી લીગ થઈ રહી છે અને ઘણા પૈસા છે. તે આધુનિક ક્રિકેટનો એક ભાગ છે. ટી20 હોય કે ટેસ્ટ ક્રિકેટ. વન-ડે ક્રિકેટ સમાપ્ત થવાના આરે છે.

અકરમે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટ હજુ પણ કોઈપણ ખેલાડી માટે સર્વોપરી છે. તેમણે કહ્યું, ‘ટેસ્ટ ક્રિકેટમાં, યુદ્ધની અંદર યુદ્ધ હોય છે. ટેસ્ટ ક્રિકેટ હંમેશા મારી ફેવરિટ રહી છે. વનડેમાં મજા આવતી હતી પરંતુ ટી-ટેવેન્ટી ક્રિકેટથી તેની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. ટેસ્ટ ક્રિકેટ જ ખેલાડીને ઓળખે છે.ટેસ્ટ ક્રિકેટએ કોઇપણ ખેલાડીની ક્ષમતા સાબિત કરે છે.