બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી મનસુખ માંડવીયાએ શનિવારે જણાવ્યું હતું કે, ચીનમાં ફસાયેલા 23 ભારતીય ક્રૂને લઇને એક કાર્ગો જહાજ પાછુ ભારત આવી રહ્યુ છે. કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી કે એમ.વી. જગ જહાજ જાપાનનાં ચિબા બંદર માટે રવાના થઇ ચુક્યુ છે અને 14 જાન્યુઆરીએ જાપાન પહોંચશે, ત્યારબાદ કોરોના વાયરસ પ્રોટોકોલ પ્રક્રિયા પૂર્ણ કરીને સ્વદેશ પરત આવશે. કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે.
કેન્દ્રીય મંત્રીએ એક પછી એક ત્રણ ટ્વીટ કર્યા હતા, અને આ વિશે માહિતી આપી હતી. તેમણે લખ્યું, “ચીનમાં ફસાયેલા અમારા સીફર્સ ભારત પાછા આવી રહ્યા છે! જહાજ એમવી જગ આનંદ, 23 ભારતીય ક્રૂ સાથે સવાર, ચીનમાં ફસાયેલુ હતુ, ક્રૂ હવે જાપાનનાં ચિબા તરફ પ્રયાણ કરી રહ્યું છે, અને 14 જાન્યુઆરીએ ભારત પહોંચશે.. આ વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીનાં મજબૂત નેતૃત્વને કારણે જ થઇ શક્યુ છે.”
Our Seafarers stuck in China are coming back to India!
Ship M. V. Jag Anand, having 23 Indian crews, stuck in China, is set to sail toward Chiba,Japan to carry out crew change, will reach India on 14th January.
This could only happen due to strong leadership of @NarendraModi ji— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) January 9, 2021
બાદમાં, કેન્દ્રીય મંત્રીએ તેમાં સુધારો કર્યો અને જણાવ્યુ કે, 14 જાન્યુઆરીએ ક્રૂ જાપાનનાં ચિબા પહોંચશે, ત્યારબાદ કોવિડ-19 પ્રોટોકોલની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે અને સ્વદેશ પરત ફરશે.
I deeply appreciate the humanitarian approach of the Great Eastern Shipping Company towards the seafarers and standing by them in this crucial time!@GE_Shipping
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) January 9, 2021
તેમણે બીજા એક ટ્વિટમાં લખ્યું છે કે, “હું સીફર્સ પ્રત્યે ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગ કંપનીનાં માનવીય દ્રષ્ટિકોણને ઉંડાણ પૂર્વક પ્રશંસા કરું છું અને આ નિર્ણાયક સમયમાં તેમના દ્વારા ઉભો છુ!”
14 જાન્યુઆરીએ જાપાન પહોંચ્યા પછી, ક્રૂ પહેલા બદલાશે. તે પછી તે ભારત તરફ પ્રયાણ કરશે. કોવિડ-19 નાં પગલે લાદવામાં આવેલા વિવિધ પ્રતિબંધોને કારણે ચીની વહીવટીતંત્રએ તેના બંદરો પર ક્રૂમાં ફેરફાર કરવાની મંજૂરી આપી ન હોતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
