દેશમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઘણા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે, તો જ્યારે ઘણાને ઘરે જ આઈસોલેટ રાખવામાં આવીને સારવાર કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, સૌથી વધુ મુશ્કેલીઓ તે દર્દીઓની હોય છે જેમના ઓક્સિજનનું સ્તર નીચે હોય છે.તેવા કોરોના દર્દીઓને તેમનું ઓક્સિમીટર પર ઓક્સિજનના સ્તરનો ટ્રેક રાખવાણી સલાહ આપવામાં આવે છે અને જો દર્દીનો ઓક્સિજનનું સ્તર સતત ઓછું જી રહ્યું હોય, તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે એવી સ્થિતિ છે કે જ્યાં દર્દીનું ઓક્સિજનનું સ્તર ઓછું હોય, પણ તે કિસ્સામાં પણ તે એકદમ ઠીક લાગે છે. આને હેપી હાઇપોક્સિયા કહેવામાં આવે છે.
ઇન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, માર્ચ 2020 માં, એક દર્દી ઈન્ડોનેશિયાની હોસ્પિટલમાં ગયો. તેને તાવ અને ગળામાં દુખાવાની ફરિયાદ હતી. જો કે દર્દી બરાબર હતો અને ચાલવામાં પણ સક્ષમ હતો. તેની પલ્સ, તાપમાન અને બીપી પણ સામાન્ય હતા. પરંતુ તેનું ઓક્સિજનનું સ્તર 77 હતું. આ કોરોનાના પ્રથમ કિસ્સાઓમાંનો એક હતો જ્યાં દર્દીને ખબર ન હતી કે તેના શરીરને ઓક્સિજનની જરૂર છે. આ પછી લોકોને ખબર પડી કે કોરોના કેસમાં હેપી હાઇપોક્સિયા શું છે.

આ પણ વાંચો :કોરોના સંકટમાં વધુ એક બીમારીએ આપી દસ્તક, હવે આ બીમારી 30થી 45 વર્ષના લોકોમાં મચાવી રહી છે કહેર
શું હોય છે હેપ્પી-હાઇપોક્સિયા?
હેપ્પી-હાઇપોક્સિયા ત્યારે થાય છે કે, જ્યારે ફેફસાંની ઓક્સિજન લેવાની તેમજ તેને નસોના આધારે શરીરના અન્ય અંગોમાં મોકલવાની ક્ષમતા ઓછી થવા લાગે છે. તે ત્યારે પણ થઇ શકે છે કે જ્યારે કેટલાંક બ્લોકેજના કારણે રક્તવાહિનીઓ શરીરમાં સંપૂર્ણ રીતે લોહી નથી પહોંચાડી શકતી.
કોરોના વાયરસ મુખ્ય રૂપે ફેફસાં, લોહીની નસો અને શ્વસન પ્રણાલી પર અસર કરે છે. સંક્રમણના કારણે ફેફસાં બરાબર કામ નથી કરી શકતા અને તેના કારણે રક્તવાહિનીઓમાં સોજા આવી જાય છે. નસોમાં સોજાના કારણે ગઠ્ઠાં થઇ જાય છે અને બ્લડ ફ્લોમાં અડચણ આવી જાય છે. તેના કારણે માથાનો દુ:ખાવો અને શ્વાસ લેવામાં પણ સમસ્યા સર્જાય છે.

આ પણ વાંચો :CM રૂપાણીની અસલ સ્પીચમાં ફેરફાર કરી વીડિયો વાયરલ કરનાર યુવકની થઇ ધરપકડ
ઘણા કિસ્સાઓમાં, ઓક્સિજન સંતૃપ્તિમાં 20-30 ટકાનો ઘટાડો થાય છે, જે દર્દીના મૃત્યુનું મુખ્ય કારણ છે. તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે,યુવાનીમાં આ સ્થિતિ વધુ જોવા મળે છે.
હેપી હાઇપોક્સિયા ને કેવી રીતે ઓળખવું
ડોકટરોના મતે આ માટે દર્દીઓએ ઓક્સિમીટર પર સતત તેમનો ઓક્સિજન લેવલ તપાસવો પડશે. જો ઓક્સિજનનું સ્તર 90 ટકાથી ઓછું હોય, તો દર્દીને ઓક્સિજનની જરૂર પડી શકે છે. જો દર્દીઓનું ઓક્સિજન સ્તર 94 ની નીચે આવે છે, તો તેઓએ તરત જ તેમના ડોક્ટર સાથે વાત કરવી જોઈએ, જ્યારે જો ઓક્સિજનનું સ્તર 90 ની નીચે હોય, તો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે.
આ પણ વાંચો :કોવાક્સિનના લાઈસન્સ માટે થયેલા વિલંબના રિપોર્ટને લઈ સરકારે કર્યો આ ખુલાસો

