- શાળાની આસપાસ મૃત પશુઓના ઢગલા
- વાલીઓએ નોંધાવ્યો વિરોધ
- બાળકોને શાળા ન મોકલવાનો કરાયો નિર્ણય
બાલાસિનોરમાં આવેલ શાળાની આસપાસ મૃત પશુઓના ઢગલા ખડકાતા વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. ગામ લોકો દ્વારા શાળાની આસપાસ દુર્ગંધને લય શાળાને બંધ કરવામાં આવી છે. વાલીઓએ મૃત પશુઓ માટે અન્ય જગ્યા ન ફાળવાય ત્યાં સુધી શાળામાં બાળકોને ન મોકલવાનો નિર્ણય કર્યો છે.
સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દાવો કરવામાં આવે છે કે, સુવિધા સભર શિક્ષણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, ત્યારે આવા દાવા ખોટા સાબિત થાય છે. ગ્રામ્ય વિસ્તારની અનેક શાળાના વિદ્યાર્થીઓ આજે પણ ભયના ઓથાર નીચે ભણી રહ્યા છે મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાની ઘાટડા ગામની પ્રાથમિક શાળાના પાછળના ભાગમાં અસંખ્ય મૃત પશુઓના ઢગના કારણે ખરાબ દુર્ગંધ આવે છે. જે રોગચાળાને જાણે આમંત્રણ આપતા હોય એમ લાગી રહ્યું છે.
સ્થાનિકોએ, વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ બાબતે અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે, પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. પરિણામે વિદ્યાર્થીઓને દુર્ગંધ વાળા વાતાવરણમાં અભ્યાસ કરવો પડે છે. જેને લઈ આજે પ્રાથમિક શાળાના ૨૨૯ થી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણનો બહિષ્કાર કર્યો છે. જ્યાં સુધી આ મૃત પશુઓ માટે અન્ય સ્થળની વ્યવસ્થા કરવામાં ન આવે ત્યાં સુધી વાલીઓએ તેમના બાળકોને શાળાએ મોકલશે નહીં.
આ પણ વાંચો:આતુરતાનો અંત, PM મોદી આવતીકાલે કોમર્શિયલ 5G સેવા શરૂ કરશે
આ પણ વાંચો:એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે PM મોદીએ પોતાનો કાફલો રોક્યો : VIDEO
આ પણ વાંચો:ICC એ T20 વર્લ્ડ 2022ની ઈનામી રકમ કરી જાહેર, ફાઈનલ જીતનાર ટીમને મળશે આટલા કરોડ
