17મી લોકસભાના 8માં સત્રના પહેલા બે દિવસ દરમ્યાન બન્ને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ અને બજેટનું પ્રેઝન્ટેશન યોજાશે..જેને કારણે 31 જાન્યુઆરી અને 1લી ફેબ્રુઆરી 2022ના રોજ શુન્યકાળ નહીં હોય .. શુન્યકાળ દરમ્યાન ઉઠાવવવાના સાર્વજનિક મહત્વના મુદ્દાઓને 2 ફેબ્રૂઆરી 2022ના દિવસે લેવાશે
આ પણ વાંચો;સુરત / પેસેન્જરથી ભરેલી નંદુબારથી ગાંધીધામ જતી ટ્રેનમાં આગ, આગનું કારણ સ્પષ્ટ નથી
સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થઇ રહ્યું છે.. રાષ્ટ્રપતિનું અભિભાષણ 31 જાન્યુઆરીએ યોજાશે.. સત્રના પહેલા તબક્કા દરમ્યાન લોકસભા અને રાજ્યસભાની બેઠકો દિવસના અલગ-અલગ સમયે આયોજિત થશે.. જેથી સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન થઇ શકે
લોકસભાની બેઠક 1લી ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે યોજાશે..અને તે દિવસે સામાન્ય બજેટ રજુ કરાશે..2 ફેબ્રુઆરીથી લોકસભાની કાર્યવાહી સાંજના 4 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ચાલશે.. બજેટ સત્રનું પહેલું ચરણ 11 ફેબ્રુઆરી સુધીમાં થશે.
આ પણ વાંચો:ભાજપના દિલમાં કોઈ સ્થાન નથી ! / ભાજપના દિલમાં મારા અને ખેડૂતો માટે કોઈ સ્થાન નથી : RLD નેતા જયંત ચૌધરી
કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને નીચલા ગૃહની બેઠક દરમ્યાન બન્ને ગૃહોના કક્ષોનો ઉપયોગ સદસ્યોના બેસવા માટે કરવામાં આવશે..બજેટ સત્રનું બીજુ ચરણ 2 માર્ચથી આરંભ થશે, જે 8 એપ્રિલ સુધી ચાલશે
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ 31 જાન્યુઆરીથી શરૂ થવા જઇ રહેલા બજેટ સત્ર પહેલા શુક્રવારે સંસદ ભવનના પરિસરમાં કોરોના ગાઇડલાઇનના પાલન, વિવિધ સુવિધઘાઓ અને સુરક્ષા પ્રબંધનનું નિરિક્ષણ કર્યુ..તેમણે અધિકારીઓને સાંસદો, સચિવાલયના વિવિધ કર્મચારીઓ તેમજ મીડિયાકર્મીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા..
