Cricket/ ધોની બાદ CSK નાં કેપ્ટન કોણ હશે? રવિન્દ્ર જાડેજાએ આપ્યો એવો જવાબ કે Twitter પર થયો ટ્રોલ

ધોનીએ CSK માટે ત્રણ વખત IPL ટ્રોફી જીતી છે. માનવામાં આવે છે કે કદાચ આ આઈપીએલ સીઝન બાદ મહેન્દ્ર સિંહ ધોની આ લીગમાંથી વિદાય લઈ શકે છે.

Sports

મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સે ઘણી મોટી સીમાચિહ્નો હાંસલ કરી છે. ધોનીએ CSK માટે ત્રણ વખત IPL ટ્રોફી જીતી છે. માનવામાં આવે છે કે કદાચ આ આઈપીએલ સીઝન બાદ મહેન્દ્ર સિંહ ધોની આ લીગમાંથી વિદાય લઈ શકે છે. સોશિયલ મીડિયા પર ઘણી અટકળો ચાલી રહી છે કે ધોની પછી CSK નો આગામી કેપ્ટન કોણ હશે? આવી સ્થિતિમાં CSK ના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના એક ટ્વિટથી ટ્વિટર પર હંગામો મચી ગયો છે.

આ પણ વાંચો – અલવિદા / કોહલીનાં વિરાટ Decision બાદ ગાંગુલી-શાહે આપ્યું મોટુ નિવેદન, જણાવ્યું કેમ તેઓ છોડશે Captainship

સ્ટાર ક્રિકેટર અને ચેન્નાઈ સુપર કિંગ્સનાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2020 નાં રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ધોની હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રમતા જોવા મળે છે. ધોની વિશે અટકળો છે કે આ તેની કારકિર્દીની અંતિમ આઈપીએલ સિઝન હોઈ શકે છે, આવી સ્થિતિમાં ચાહકોનાં મનમાં ઘણી ઉત્સુકતા છે કે ધોની પછી ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કોણ કરશે. જ્યારે એક CSK ચાહકે ટ્વિટર પર આ અંગે સવાલ કર્યો ત્યારે રવિન્દ્ર જાડેજાએ આવો જવાબ આપ્યો, જેના કારણે હંગામો મચી ગયો. CSK ફેન્સ આર્મીનાં ટ્વિટર એકાઉન્ટ પર પૂછવામાં આવ્યું કે ધોની પછી CSK નાં કેપ્ટન તરીકે તમારી પસંદગી કોણ હશે? આનો જવાબ આપતા રવિન્દ્ર જાડેજાએ ‘8’ લખ્યું, આપને જણાવી દઇએ કે, 8 જાડેજાની જર્સી નંબર છે. જાડેજાએ આડકતરી રીતે કહ્યું કે, તે CSK નાં આગામી કેપ્ટન હશે. જ્યારે ચાહકોએ આ વિશે ઘણી ટિપ્પણી કરવાનું શરૂ કર્યું, ત્યારે જાડેજાએ તેનું ટ્વીટ ડિલીટ કરી દીધું હતુ.

https://twitter.com/CSKFansArmy/status/1437590003224223744?s=20

આ પણ વાંચો – અલવિદા / ટી20 માં કેપ્ટન તરીકે કોહલીએ બનાવ્યા છે વિરાટ રેકોર્ડ, નવા કેપ્ટન માટે રહેશે મોટો પડકાર

રવિન્દ્રસિંહ જાડેજાનાં આ ટ્વિટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. જાડેજા લાંબા સમયથી CSK તરફથી રમી રહ્યો છે. ધોની અને સુરેશ રૈના બંનેએ ગયા વર્ષે આઈપીએલ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ધોનીએ પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ જુલાઈ 2019 માં રમી હતી, જે વર્લ્ડકપની સેમીફાઇનલ મેચ હતી અને તેમાં ભારતને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.