Cricket/ એમ્પાયરે OUT ન આપ્યું છતા ક્રિઝ છોડી દીધી, જુઓ આ પ્રામાણિક ખેલાડીને

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ દિવસોમાં ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે એકમાત્ર Day/Night ટેસ્ટ મેચ ક્વીન્સલેન્ડનાં કેરારા ઓવલ મેદાન પર રમાઈ રહી છે.

Sports

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બેટ્સમેન પૂનમ રાઉતે ક્વીન્સલેન્ડમાં રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા સામેની Day/Night ટેસ્ટનાં બીજા દિવસની રમત દરમિયાન પોતાની પ્રમાણિક રમત બતાવીને લોકોનું દિલ જીત્યુ હતુ.

આ પણ વાંચો – IPL 2021 / 2011 વર્લ્ડકપનાં અંદાજમાં ધોનીએ મારી સિક્સર, પત્નિ અને પુત્રીએ કર્યુ આવી રીતે Celebration

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ દિવસોમાં ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે એકમાત્ર Day/Night ટેસ્ટ મેચ ક્વીન્સલેન્ડનાં કેરારા ઓવલ મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ ઐતિહાસિક સદી ફટકારી હતી, તેણે પહેલા શેફાલી વર્મા સાથે અને પછી પૂનમ રાઉત સાથે મળીને ભારતીય ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી હતી. 127 રન બનાવ્યા બાદ મંધાના આઉટ થઈ ગઈ હતી અને થોડા સમય બાદ પૂનમ પણ આઉટ થઈ ગઈ હતી. જે રીતે પૂનમ બહાર નીકળી, તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તે ભારતીય ઇનિંગ્સની 81 મી ઓવર હતી અને ઓસ્ટ્રેલિયા માટે સોફી મોલિન્યૂક્સ બોલિંગ કરી રહી હતી.

મોલિન્યૂક્સનો એક બોલ વિકેટ પાછળ એલિસા હીલીનાં મોજામાં ગઇ. ઓસ્ટ્રેલિયન ટીમે સોફી સાથે Caught behind ની અપીલ કરી હતી. એમ્પાયરે તે સમયે નિર્ણય આપ્યો ન હતો, પરંતુ તેમ છતા પૂનમ રાઉતે ક્રીઝ છોડી દીધી હતી. આ મેચમાં કોઈ DRS નથી, આવી સ્થિતિમાં, જો એમ્પાયરે આઉટ ન આપ્યું હોત તો પૂનમ ક્રિઝ પર રહી શકી હોત, પરંતુ તેણે પ્રમાણિક રમત બતાવીને મેદાન છોડી દીધું હતું.

આ પણ વાંચો – Cricket / સ્મૃતિ મંધાનાએ સદી ફટકારી રચ્યો ઈતિહાસ, આમ કરનારી ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની

પૂનમે આ સમયગાળા દરમિયાન 165 બોલનો સામનો કર્યો અને 36 રન બનાવ્યા હતા. પૂનમે મંધાના સાથે સદીની ભાગીદારી કરી હતી. ભારતે આ મેચમાં અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. મંધાનાએ આ મેચમાં 127 રનની રેકોર્ડબ્રેક ઇનિંગ રમી હતી. વિરાટ કોહલી બાદ Day/Night ટેસ્ટમાં સદી ફટકારનારી તે બીજી ભારતીય ક્રિકેટર બની ગઈ છે.