T20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટનો રવિવારની રાત્રિએ અંત આવ્યો. આ સાથે T20 વર્લ્ડકપમાં એક નિજેતા ટીમ ઉભરીને આવી, કે જેના વિશે એવુ કહેવાઇ રહ્યુ હતુ કે આ ઓસ્ટ્રેલિયાની ટીમ T20 વર્લ્ડકપમાં યોગ્ય પ્રદર્શન કરી શકતી નથી. જો કે હવે આ ટીમે તમામ તેના આલોચકોનું મોં બંધ કરી દીધુ છે. વળી બીજી તરફ ઈન્ડિયન ટીમનાં ફેન માટે આ ટૂર્નામેન્ટ એટલી સારી રહી નહી. ટીમ સેમિફાઈનલમાં પણ ન ઉતરી શકી.
આ પણ વાંચો – T20 World Cup / વોર્નરને મળ્યો ‘Player of the Tournament’નો એવોર્ડ, તો રોવા લાગ્યો પાકિસ્તાની ફાસ્ટ બોલર
જણાવી દઇએ કે, T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ સેમિફાઈનલમાં પણ પહોંચી શકી નહી. સુપર-12 તબક્કામાં, ભારતીય ક્રિકેટ ટીમે પાંચ મેચ રમી અને ત્રણમાં જીત મેળવી હતી, જ્યારે બે મેચમાં હાર થઈ હતી. હવે સવાલ એ થાય છે કે વર્લ્ડકપથી ભારતીય ક્રિકેટ ટીમને કેટલો ફાયદો થયો એટલે કે તેમને કેટલા પૈસા મળ્યા, તો તમને જણાવી દઈએ કે આ વર્લ્ડકપમાં ભારતીય ટીમને 1.41 કરોડ રૂપિયા મળ્યા છે. તમે વિચારી રહ્યા હશો કે તેમને આ પૈસા કેવી રીતે મળી શકે છે, તો ચાલો તમને તેનો પૂરો હિસાબ પણ જણાવીએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ટીમને T20 વર્લ્ડકપમાં ભાગ લેવા માટે 52.04 લાખ રૂપિયા મળ્યા, જ્યારે ત્રણ મેચ જીતવા પર દરેક જીત માટે 29.73 લાખ રૂપિયા મળ્યા. તે મુજબ ત્રણ મેચ જીત્યા બાદ ત્રણ મેચની ઈનામી રકમ 89.19 લાખ રૂપિયા હતી. વર્લ્ડકપમાં ભાગ લેવા માટે આમાં 52.04 લાખ રૂપિયા ઉમેરો તો આ રકમ 1.41 કરોડ રૂપિયા થઈ જાય છે.

આ પણ વાંચો – T20 World Cup / આવી રીતે કોણ મનાવે જશ્ન? ઓસ્ટ્રેલિયાનાં ખેલાડીઓએ જીત બાદ જુતામાં નાખી પીધો દારૂ, Video
હવે તમારા મનમાં એ સવાલ ઉઠતો જ હશે કે જે ટીમ સેમિફાઈનલમાં નથી પહોંચી શકી તેને આટલું ઈનામ મળ્યું છે તો વિજેતા ટીમોને કેટલું ઈનામ મળ્યું હશે. તમને જણાવી દઈએ કે, વર્લ્ડકપનો ખિતાબ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમને લગભગ 12 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. રનર અપ ન્યૂઝીલેન્ડને લગભગ 6 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ સિવાય સેમિફાઈનલમાં પહોંચનારી બન્ને ટીમો એટલે કે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનને લગભગ ત્રણ-ત્રણ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે આગામી T20 વર્લ્ડકપ વર્ષ 2022માં ઓસ્ટ્રેલિયામાં યોજાશે. આ વર્લ્ડકપ દુબઈમાં યોજાયો હતો. જોકે તેનું સત્તાવાર આયોજક ભારત હતું.

