ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ભારતમાં પાયા નાંખી અંગ્રેજો તેના સહારે જયારે ભારતમાં આવ્યા ત્યારે તેમને પોતાના માલ સામાન અને વેપારના પરિવહન માટે પોતાના જહાજોની ચિંતા હતી અને તે માટે પોતાનાં જહાજોની સુરક્ષા માટે ખાસ નૌસેનાનું ગઠન કર્યું હતું અને તેને રોયલ ઇન્ડિયન નૌસેના આપવામાં આવ્યું હતું. ભારતની આઝાદી પછી 1950માં નૌસેનાની ફરીથી રચના કરવામાં આવી હતી. ભારતીય નૌસેના વિશ્વની પાંચમાં નંબર પર આવતી નૌ સેના છે.
વર્ષ 1971નાં યુદ્ધમાં ભારતીય નૌસેનાને કરેલી ઉત્તમ કામગીરી હતી અને એક ઉદાહરણ રૂપ નૌ સેના બની ગઈ હતી કે જયારે કરાંચી હુમલામાં પાકિસ્તાનને તબાહ કરી નાખવામાં કઈ બાકી નોહ્તું રાખ્યું. ભારતીય નૌસેના એ 4 ડિસેમ્બર 1971નાં રોજ “ઓપરેશન ટ્રાઈડેંટ” શરુ કર્યું હતું. ભારતે બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ દરમિયાન પાકિસ્તાનના કરાચી બંદર પર ભારે બોમ્બિંગ કરીને તેને ધ્વસ્ત કરી નાખ્યું હતું. ભારતીય નૌસેનાએ આ દરમિયાન જ પાકિસ્તાનની સબમરીન PNS ગાઝીને ડુબાડી નાખી હતી. ભારતના યુદ્ધ જહાજ INS વિક્રાંતનો રોલ વિજયમાં ઘણો હતો. અને એ જ સફળતાના માનમાં 4 ડિસેમ્બરના રોજ દરવર્ષે “ભારતીય નૌ સેના” દિવસ મનાવવામાં આવે છે.
નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજ દ્વારા અંગ્રેજો સામે સશસ્ત્ર લડાઈનું એલાન કરી દેવામાં આવ્યું હતું ત્યારે રોયલ ઇન્ડિયન નેવીના ભારતીય સૈનિકોએ વિદ્રોહ કરી દીધો હતો અને 18 ફેબ્રુઆરી 1946નાં રોજ HIMS તલવાર નામના જહાજ પરથી ભારતની આઝાદીનું એલાન કરવામાં આવ્યું હતું. નૌસેનાના સૈનિકોનો આ વિદ્રોહ ઝડપથી 78 જહાજ અને 20 દરિયા કિનારા સુધી પોહચી ગયો હતો.
આજે ભારતીય નૌસેના પાસે એક દળમાં પેટ્રોલ ચલિત સબમરીન, વિધ્વંસક યુદ્ધપોત, ફ્રિગેટ જહાજ, કૉર્વેટ જહાજ, પ્રશિક્ષણ પોત, મહાસાગરીય અને તટીય સુરંગ માર્જક પોત (માઈનસ્વીપર) અને અન્ય પોતનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ભારતીય નૌસેનાની ઉડ્ડયન સેવા કોચ્ચિમાં INS ગરૂડના સામેલ હોવાની સાથે શરૂ થઈ. ત્યારબાદ કોઈતુમ્બરમાં જેટ વિમાનોની મરામત અને દેખરેખ માટે INS ‘હંસ’ ને સામેલ કરવામાં આવ્યુ.
ભારતીય નૌસેનાએ જળ સીમામાં અનેક મોટી કાર્યવાહીઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જેમા મુખ્ય છે જ્યારે 1961માં નૌસેનાએ ગોવાને પુર્તગાલીયોથી સ્વતંત્ર કરવામાં થલ સેનાની મદદ કરી.
ભારતીય નૌ સેના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમણે મન કી બાતમાં કરેલી વાતનો એક વિડીયો પણ પોસ્ટ કર્યો છે.
Greetings on Navy Day. We are proud of the exemplary contributions of the Indian navy. Our navy is widely respected for its professionalism and outstanding courage. Our navy personnel have always been at the forefront of mitigating crisis situations like natural disasters. pic.twitter.com/Cc4XgbMYuz
— Narendra Modi (@narendramodi) December 4, 2021
દેશના ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિતભાઈ શાહે પણ ટ્વીટ કરીને ભારતીય નૌ સેના દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
Greetings to our brave Indian Navy personnel and their families on the special occasion of #NavyDay.
The nation is proud of our valorous Naval force for their commitment towards securing India’s maritime interests and helping the countrymen during the civil emergencies.— Amit Shah (@AmitShah) December 4, 2021
દેશના રક્ષામંત્રી રાજનાથસિંહે પણ ભારતીય નૌ સેના દિવસે ટ્વીટ કરીને 1971ના સ્મરણોને વાગોળતો વિડીયો પોસ્ટ કરી શુભકામનાઓ પાઠવી હતી.
On this special day commemorating Indian Navy’s daring ‘Operation Trident’ during #1971War, my greetings and best wishes to all personnel of this outstanding force which continues to protect our National Interest through Maritime Security.#SwarnimVijayVarsh @indiannavy pic.twitter.com/bcbQG45svN
— Rajnath Singh (@rajnathsingh) December 4, 2021
