IND Vs NZ/ બોલ્ડ થઇ ગયા બાદ પણ અશ્વિને કરી DRS ની માંગ, Video

ભારતીય ટીમની પ્રથમ ઈનિંગ દરમિયાન કંઈક એવું બન્યું કે જેણે માત્ર ચાહકો જ નહીં પરંતુ એમ્પાયર અને કોમેન્ટેટર્સને પણ ચોંકાવી દીધા હતા.

Sports
બોલ્ડ થયો અશ્વિન છતા કરી DRS ની માંગ

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનાં બીજા દિવસે બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. દિવસની બીજી ઓવરમાં એજાઝ પટેલે સતત બે બોલમાં રિદ્ધિમાન સાહા (27) અને રવિચંદ્રન અશ્વિન (0)ને આઉટ કર્યા હતા. આ સાથે પટેલે ઇનિંગ્સમાં પાંચ વિકેટ પૂરી કરી હતી. જણાવી દઈએ કે, ભારતીય ટીમ બીજા દિવસે 4 વિકેટનાં નુકસાન પર 221 રન બનાવીને આગળ રમવા ઉતરી હતી.

આ પણ વાંચો – IND Vs NZ / કોહલીને આઉટ આપવા પર વિવાદ, પરેશ રાવલે કહ્યુ- આ થર્ડ એમ્પાયર છે કે થર્ડ ક્લાસ એમ્પાયરિંગ?

આપને જણાવી દઇએ કે, બીજા ટેસ્ટ મેચનાં બીજા દિવસે ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે ભારત પર દબાવ મુકવાનું શરૂ કરી દીધો હતો. જણાવી દઇએ કે, ભારતીય ટીમની પ્રથમ ઈનિંગ દરમિયાન કંઈક એવું બન્યું કે જેણે માત્ર ચાહકો જ નહીં પરંતુ એમ્પાયર અને કોમેન્ટેટર્સને પણ ચોંકાવી દીધા હતા. આ એક એવો કિસ્સો હતો જે આ પહેલા ભાગ્યે જ જોવા મળ્યો હશે. જણાવી દઇએ કે, આ ઘટના મેચનાં બીજા દિવસની છે, જ્યારે ન્યૂઝીલેન્ડનાં બોલર એજાઝ પટેલે 71.4 ઓવરમાં રિદ્ધિમાન સાહા (27)ને આઉટ કર્યો હતો. આ પછી રવિચંદ્રન અશ્વિન બેટિંગ કરવા આવ્યો અને પહેલા જ બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. એક તરફ કિવી ખેલાડીઓ વિકેટની ઉજવણી કરવા લાગ્યા તો બીજી તરફ રવિચંદ્રન અશ્વિને તુરંત જ DRS લીધું હતુ. આ જોઈને બધાને નવાઈ લાગી. અશ્વિન આવું કેમ કરી રહ્યો છે તે કોઈને સમજાયું નહીં? જણાવી દઇએ કે, રવિચંદ્રન અશ્વિનને લાગ્યું કે તે કેચ આઉટ થઈ ગયો છે. રિવ્યૂનો સંકેત આપ્યા પછી, જ્યારે બીજા છેડે ઊભેલા મયંક અગ્રવાલે કહ્યું કે, તે ક્લીન બોલ્ડ થઈ ગયો છે, ત્યારે તેણે પાછળ ફરીને સ્ટમ્પ તરફ જોયું. આખરે અશ્વિનને ‘ગોલ્ડન ડક’ સાથે પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.

https://twitter.com/AbdullahNeaz/status/1466984247692955649?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1466984247692955649%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.freepressjournal.in%2Fsports%2Fcricket%2Fwatch-video-indias-ravichandran-ashwin-signals-for-drs-after-being-bowled-by-new-zealands-ajaz-patel-on-day-2-of-mumbai-test

આ પણ વાંચો – SL vs WI / શ્રીલંકાએ વેસ્ટ ઈન્ડિઝનાં સૂપડા સાફ કર્યા, WTC પોઈન્ટ ટેબલમાં ટોપ પર યથાવત, ભારત ત્રીજા નંબરે પહોંચ્યુ

રવિચંદ્રન અશ્વિનનો રિવ્યૂ લીધા બાદ ઘણા ક્રિકેટ ચાહકોએ પણ સવાલો ઉઠાવ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ તેને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. અશ્વિનની વિકેટ મુંબઈમાં જન્મેલા એજાઝે શાનદાર બોલિંગ કરીને ભારતીય ઇનિંગ્સની પ્રથમ 6 વિકેટ ઝડપી હતી. ભારતમાં ટેસ્ટ મેચની એક ઇનિંગમાં પ્રથમ 6 વિકેટ લેનાર તે બીજો વિદેશી ખેલાડી છે. આ પહેલા ઈંગ્લેન્ડનાં જોન લીવરે વર્ષ 1976માં દિલ્હીમાં રમાયેલી ટેસ્ટમાં આ કારનામો કર્યો હતો.