Not Set/ ઓસ્ટ્રેલિયાના આ પૂર્વ ખેલાડીએ કહ્યું સ્મિથ, બેન્ક્રોફ્ટ અને વોર્નર પરથી પ્રતિબંધ હટાવવો જોઈએ નહી

મેલબર્ન, બોલ ટેમ્પરિંગના વિવાદમાં ફસાયેલા સ્ટિવન સ્મિથ અને ડેવિડ વોર્નરને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડ દ્વારા ૧ વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, ત્યારે કાંગારું ટીમના આ આધારસ્તંભ સમાન આ બે ક્રિકેટરો પાર લાગુ કરાયેલા બેન અંગે પૂર્વ ઝડપી બોલર મિચેલ જોહન્સને એક મહત્વનું નિવેદન આપ્યું છે. https://twitter.com/MitchJohnson398/status/1064102302213070848 મિચેલ જોહન્સને રવિવારે જણાવ્યું હતું કે, “સ્ટિવન સ્મિથ, ડેવિડ વોર્નર અને બેન્ક્રોફ્ટ પર […]

Trending Sports

મેલબર્ન,

બોલ ટેમ્પરિંગના વિવાદમાં ફસાયેલા સ્ટિવન સ્મિથ અને ડેવિડ વોર્નરને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડ દ્વારા ૧ વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, ત્યારે કાંગારું ટીમના આ આધારસ્તંભ સમાન આ બે ક્રિકેટરો પાર લાગુ કરાયેલા બેન અંગે પૂર્વ ઝડપી બોલર મિચેલ જોહન્સને એક મહત્વનું નિવેદન આપ્યું છે.

https://twitter.com/MitchJohnson398/status/1064102302213070848

મિચેલ જોહન્સને રવિવારે જણાવ્યું હતું કે, “સ્ટિવન સ્મિથ, ડેવિડ વોર્નર અને બેન્ક્રોફ્ટ પર બોલ સાથે છેડછાડ કરવાને લઈ લાગુ કરવામાં આવેલો બેન પ્રતિબંધ યથાવત રહેવો જોઈએ”.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, “તેઓએ બોર્ડ દ્વારા ફટકારવામાં આવેલી સજા અંગે કોઈ વિરોધ કર્યો નથી”.

sports-mitchell-johnson-bans-against-australian-trio-stay

જોહન્સને ટ્વિટ દ્વારા જણાવ્યું, “ત્રણેય ખેલાડીઓ પાર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. એનો મતલબ છે કે, જો સ્મિથ અને વોર્નર પરથી પ્રતિબંધ હટે છે તો, બેનક્રોફટ પરથી પણ પ્રતિબંધ હટવો એ એટલું ક ઓછુ રહેશે. આ તમામ ક્રિકેટરોએ પોતાના પાર લાગેલા પ્રતિબંધનો સ્વીકાર કર્યો છે અને તેઓ વિરુધ અવાજ ઉઠવો જોઈએ નહિ. આ માટે મારું માનવું છે કે, તેઓ પાર પ્રતિબંધ યથાવત જ રહેવો જોઈએ”.

અત્રે ઉલ્લેખનીય છે કે, કાંગારું ટીમના આ આધારસ્તંભ સમાન આ બે ક્રિકેટરોની ગેરહાજરી બાદ હાલમાં ઓસ્ટ્રેલિયાની ટીમનું પ્રદર્શન ખરાબ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કાંગારું ટીમને હાલમાં ઘણી મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ જોતા સ્મિથ અને ડેવિડ વોર્નરને ટીમમાં પાછા લેવા માટે માંગ ઉઠી રહી છે.