જન્મ દિવસ પર એકલી કેક કાપી રહી હતી મહિલા: આ દુનિયામાં તમામ વ્યક્તિઓ એકલા આવે છે અને એકલા જાય છે, પરંતુ જીવન જીવવા માટે પ્રિયજનોનું હોવુ ખૂબ મહત્વનું હોય છે. હા, જો જીવનમાં ખુશી અને ઉદાસીની ક્ષણો પ્રિયજનો સાથે વહેંચવામાં આવે, તો જીવન વધુ સારું બને છે. પણ એવા લોકોનું શું જેની પાસે કંઈ નથી? જ્યારે આવા લોકો તેમના જન્મદિવસ પર કેક કાપ્યા પછી પોતે જ તાળીઓ પાડે છે, ત્યારે એકલતાની પીડા ભાવનાશીલ બની જાય છે. પરંતુ માનવતા હજી પણ એટલી છે કે લોકો એકબીજાની નજીક આવે છે.
તહેવાર / બકરી ઈદ પર PM અને રાષ્ટ્રપતિએ દેશવાસીઓને કહ્યુ- Eid Mubarak
જન્મદિવસ નિમિત્તે, દરેક વ્યક્તિની આસપાસ તેના સ્વજનો અને દોસ્ત કે સગા-સંબંધીઓ હોય છે. આ દિવસ મિત્રો, સંબંધીઓ, પરિવારનાં સભ્યો પાસેથી ભેટો મેળવવાનો છે. તેમની સાથે ખુશી શેર કરવાનો આ દિવસ જો એકલતાથી ભરેલો હોય તો કલ્પના કરો કે તે કેવો હશે. આવો જ એક ભાવનાત્મક વીડિયો સામે આવ્યો છે, અને લોકો આ વીડિયો જોયા પછી ભાવનાત્મક પણ થઈ રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક મહિલા રેસ્ટોરન્ટમાં એકલી બેઠી છે. તે વારંવાર કોઈને ફોન કરે છે, ફોન જુએ છે. આ મહિલાની સામે મુકેલા ટેબલ ઉપર એક કેક મૂકવામાં આવી છે.
Woman who is celebrating her birthday by herself is joined by other patrons and staff once they realize she's alone. pic.twitter.com/GdvR7orTDM
— GoodNewsMovement (@GoodNewsMVT) July 15, 2021
Viral / માતાએ પોતાના જ દિકરા સાથે અશ્લિલ ડાન્સ કરતો વીડિયો કર્યો શેર, પછી જે થયુ…
લાંબા સમય સુધી રાહ જોયા બાદ જ્યારે કોઇ તે મહિલાનેે Wish કરવા આવતુ નથી તો તે ભાવુક થઇ જાય છે. તેની આંખો પાણીથી ભરાઈ જાય છે અને તે ભારે હૃદયથી કેક કાપવા લાગે છે. તે પોતે કેક કાપતા પહેલા તાળીઓ પાડવા માંડે છે. જેને જોઈને લોકો સમજી જાય છે કે આ મહિલાનો આજે જન્મદિવસ છે. મહિલાને એકલી જોઈ રેસ્ટોરન્ટનો સ્ટાફ ત્યાં આવી જાય છે.જન્મ દિવસ પર એકલી કેક કાપી રહી હતી મહિલા: દરેક વ્યક્તિ તે મહિલાને બિરદાવે છે અને ગળે લગાવે છે અને તેની વિશ કરે છે. આટલા બધા લોકોને જોઈને તે એટલી ખુશ થઇ જાય છે કે તેની આંખોમાં આંસુ આવી જાય છે. તેણી રડી પડે છે. વીડિયો ખૂબ જ ભાવનાત્મક છે. જણાવી દઇએ કે, આ વીડિયો કેટલો પસંદ કરવામાં આવી રહ્યો છે તેનો અંદાજોો તમેે એ વાત પરથી લગાવી શકો છો કે આ વીડિયોને અત્યાર સુધીમાં 3 મિલિયનથી પણ વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. આ વીડિયો લાઇક્સ અને કોમેેન્ટ્સ લોકો હજુ પણ કરી રહ્યા છે.
