કોરોનાવાઈરસ વિશ્વના 200 થી વધુ દેશોમાં પાયમાલી મચાવી છે. સામાન્ય માનસ થી લઈને ખાસ વ્યક્તિઓ પણ કોરોના વાઇરસના કહેરમાં સપડાઈ ચુક્યા છે. અને ઘણા બધો પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડા, ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસિયસ પણ કોરોના સનાક્રમિત બન્યા છે. અને તેમને પોતાને અઈસોલેશનમાં રાખ્યા છે. WHO ના વડા તાજેતરમાં જ કોવિડ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા. તેમણે ખુદ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
હું એવા કોઈના વ્યક્તિના સંપર્કમાં આવ્યો ચુ જે કોરોના પોઝીટીવ હતી. અને મને આની જાણકારી મળતા જ WHO પ્રોટોકોલ અનુસાર હું આઇસોલેશન માં જઈ રહ્યો છુ અને હવે હું ઘરેથી કામ કરીશ.
It is critically important that we all comply with health guidance. This is how we will break chains of #COVID19 transmission, suppress the virus, and protect health systems.
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) November 1, 2020
તેમણે આગળ લખ્યું, ‘અમે આરોગ્યની તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરીએ તે મહત્વનું છે. આની સાથે અમે કોવિડ -19 ટ્રાન્સમિશનની સાંકળો તોડીશું અને આરોગ્ય પ્રણાલીઓને સુરક્ષિત કરીશું. ડબ્લ્યુએચઓ અને મારા સાથીદારો જીવન બચાવવા અને નિર્બળ લોકોને બચાવવા એકતાની સાથે ભાગીદારી કરીશું. ‘
