Not Set/ તું તારી માતાની નહીં અમારી સૌ કોઈની દીકરી…સુરત આઇસોલેશન સેન્ટરમાં દર્દી અને ડોક્ટર વચ્ચે ભાવુક દ્રશ્યો સર્જાયા

સુરત શહેરના આઇસોલેશન ભાવુક દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પર્વત પાટિયા મોદી કોવિડ કેર સેન્ટરમાં મહિલા અને મહિલા તબીબ વચ્ચે મા દીકરી જેવો લાગણીસભર દૃશ્ય જેવા મળ્યા હતા. સામાન્ય રીતે કોરોના

Top Stories Gujarat

સંજય મહંત,સુરત @મંતવ્ય ન્યૂઝ

સુરત શહેરના આઇસોલેશન ભાવુક દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પર્વત પાટિયા મોદી કોવિડ કેર સેન્ટરમાં મહિલા અને મહિલા તબીબ વચ્ચે મા દીકરી જેવો લાગણીસભર દૃશ્ય જેવા મળ્યા હતા. સામાન્ય રીતે કોરોના પોઝિટિવ થયા બાદ સારવાર લેવા માટે હોસ્પિટલમાં કે આઇસોલેશન સેન્ટરમાં જતાં લોકો ડરી રહ્યા છે પરંતુ સુરતમાં કઈક અલગ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.આઇશોલેશન સેન્ટરમાં સારવાર લઇ ને સાજા થઇ રહેલા દર્દીઓ પોતાના પર ઘરે પર જવા માટે પણ તૈયાર નથી થતા એની પાછળનું કારણ છે, દર્દીઓને મળતી, હૂંફ,પ્રેમ અને વાત્સલ્ય જેના કારણે તેઓ તેમનાથી જાણે દૂર જવા નથી ઇચ્છતા.

લતાબેન હડિયા એ ડિસ્ચાર્જ થવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો

લતાબેન હડિયા કોરોના સંક્રમિત થયા બાદ મોદી કોવિડ કેર સેન્ટરમાં સારવાર લેવા આવ્યા હતા.તેમની તબિયત પરિસ્થિતિ ગંભીર હતી. તેમનું ઓક્સિજન લેવલ ખૂબ જ ઓછું હતું. તેના કારણે તેઓ ખૂબ ભયભીત હતા. પરંતુ એથી પણ સૌથી વધુ અકળાવનારી તેમના માટે જો કોઇ બાબત હતી તે કે તેમના પરિવારના લોકો પણ તેમની નજીક આવતા ડરતા હતા.એવા સમયે આઇસોલેશન સેન્ટરના ડોક્ટરો દ્વારા તેમને સંપૂર્ણ સારવાર આપવામાં આવે તમામ ઇન્જેક્શનો મૂકવામાં આવ્યા અને અંતે તેમણે કોરોના ને પછાડી સાજા થઈ ગયા હતા. પરંતુ સૌને આશ્ચર્ય તો ત્યારે થયું કે તેમનો ડિસ્ચાર્જ નો સમય થઈ ગયો ત્યારે ડોક્ટર તેમના ડિસ્ચાર્જ કરવા માટે ગયા ત્યારે તેમણે ડિસ્ચાર્જ થવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો અને તેમણે હજી રહેવું છે પ્રકારની તેમણે વાત ડોક્ટરોને કરી ખૂબ સમજાવ્યા બાદ પણ તેઓ પોતાના ઘરે જવા તૈયાર થયા ન હતા. બીજે દિવસે ફરીથી ડોક્ટરની ટીમ દ્વારા તેમને સમજાવવામાં આવ્યા કે તેઓ સાજા થઇ ગયા છે અને તેમના ઘરે પરત જઇ શકે છે ત્યારે લલીતાબેન ની આંખો પ્રેમ અને આભાર ની અનુભૂતિ સાથેના ડોક્ટર ને ગળે ભેટી પોતાની લાગણી વ્યક્ત કરી હતી. જે સમયે મારા પરિવારના લોકો પણ મારી પાસે આવતા ગભરાતા હતા. તમે મને પોતાની માતાની જેમ સારવાર આપી છે. તમારું હું રૂણ કેવી રીતે ચૂકવી શકીશ. પોતાના પરિવાર નથી કરી શકતા તે તમે કોઈ પણ સ્વાર્થ રાખ્યા વગર કર્યું છે. તે હું મારા જીવનમાં ક્યારેય નહીં ભૂલ શકીશ.

આઇશોલેશન સેન્ટર જાણે સારવાર આપવાનો નહીં પરંતુ આત્મીયતા અને લાગણી આપવાનું કેન્દ્ર બની ગયું : ડોક્ટર પૂજા સહાની

ડોક્ટર પૂજા સહાની અને જણાવ્યું કે આઇસોલેશન સેન્ટરમાં છેલ્લા થોડા દિવસોથી અમને આવા અનેક અનુભવો થઇ રહ્યા છે કે વડીલો જ્યારે સારવાર લેવા આવી રહ્યા છે બાદમાં સાજા થઇ ગયા હોવા છતાં ડિસ્ચાર્જચાર્જ લેવા તૈયાર નથી. મોટાભાગના દર્દીઓ ડિસ્ચાર્જ લેવાની ના પાડે છે.આઇશોલેશન સેન્ટર જાણે સારવાર આપવાનો નહીં પરંતુ આત્મીયતા અને લાગણી આપવાનું કેન્દ્ર બની ગયું છે. લતાબેનની આંખો માં આંસુ જોઈને અમે તમામ સ્ટાફ પણ પોતાની લાગણી છુપાવી નહોતા શક્યા.તેમણે જ્યારે મને કહ્યું કે તું માત્ર તારી માતાની દીકરી દીકરી નથી અમારા સૌ કોઈ દીકરી છે. હું એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર માતા તરીકે તેમના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લેવામાં જરા પણ સંકોચ રાખ્યો નહીં .આખરે દર્દીઓનો આશીર્વાદ જ અમારા માટે અમૂલ્ય મૂડી સમાન બની રહ્યા છે. અત્યાર સુધીના અનુભવ પરથી મારું એક તારણ એવું છે કે કોરોના ગ્રસ્ત દર્દીઓ ને મેડીકલ સહાય ની તો જરૂર છે પણ સાથોસાથ આત્મીયતા અને હૂંફની વધુ જરૂર વર્તાઈ રહી છે.